બજાર » સમાચાર » કંપની સમાચાર

FY20 થી સિમેન્ટના ભાવમાં વધારો થરૂ: શ્રી સિમેન્ટ

ના રોજ પ્રકાશિત Wed, 26, 2020 પર 12:59  |  સ્ત્રોત : CNBC-Bajar

શ્રી સિમેન્ટના એમડી, એચએમ બાંગુરનું કહેવું છે કે આવનારા ત્રિમાસીકમાં સિમેન્ટના ભાવમાં વઘારે થશે. ક્વાર્ટર 4 માં સિમેન્ટનું સેક્ટરનું માર્જિન મજબુત રહે તેવી આશા છે. નાણાકિયા વર્ષ 2020 થી સિમેન્ટના ભાવમાં વધારો થરૂ થઈ ગયો છે. કોસ્ટમાં ઘટાડો આવ્યો છે. સિમેન્ટના ભાવમાં ત્રિમાસીક ધોરણે 4 ટકાનો વધારો આવ્યો છે.


એચએમ બાંગુરનું કહેવું છે કે શ્રી સિમેન્ટનો નિફ્ટી 50માં સમાવેશ છે. 27 માર્ચ 2020થી થશે શ્રી સિમેન્ટનો સમાવેશ છે. ઉત્તર અને પૂર્વમાં શ્રી સિમેન્ટનું બિઝનેસ વધારે છે. ઉત્તર ભારતમાં સિમેન્ટના ભાવમાં ત્રિમાસીક ધોરણે 5 ટકાનો વધારો છે. ઉત્તર ભારતમાં સિમેન્ટના ભાવમાં વાર્ષિક ધોરણે 16 ટકાનો વધારો છે.


એચએમ બાંગુરનું કહેવું છે કે પૂર્વ ક્ષેત્રના ભાવમાં સુધારો આવ્યો છે. નાણાકિય વર્ષ 2019 માં ભારતના પૂર્વ ક્ષેત્રમાં સિમેન્ટના ભાવ ફ્લેટ રહ્યા છે. પૂર્વ ક્ષેત્ર માટે નાણાકિય વર્ષ 2020 પોઝિટીવ દેખાઈ રહ્યું છે. સિમેન્ટના ભાવમાં YTD 8 ટકાનો વધારો થયો છે. સિમેન્ટના પ્રતિ બેગ પર રૂપિયા 20-30નો વધારો થયો છે. જાન્યુઆરીથી બધા રાજ્યોમાં સિમેન્ટના ભાવમાં વધારો થયો છે.