બજાર » સમાચાર » કંપની સમાચાર

આરબીઆઈ ગવર્નરના નિવેદન પર સેન્ટ્રલ બેન્ક

ના રોજ પ્રકાશિત Wed, 21, 2019 પર 11:04  |  સ્ત્રોત : CNBC-Bajar

વ્યાજદર કાપનો ફાયદો ગ્રાહકોને જલ્દી પહોંચે. રેપો પેટ સાથે ધિરાણ દર જોડવામાં બેન્ક ઝડપ કરે તેની આશા. RBI ઈચ્છે છે કે નવી લોનના દર રેપો અથવા એક્સટર્નલ બેન્ચમાર્ક સાથે જોડાય. એક્સટર્નલ બેન્ચમાર્ક સાથે વ્યાજદરને જોડવાનો સમય આવી ગયો છે.

RBIએ કેટલો વ્યાજદર કાપ કર્યો?
શક્તિકાંતા દાસે પોતાના કાર્યકાળ દરમિયાન રેપો રેટમાં 110 bpsનો ઘટાડો કર્યો.

કોણે આપ્યો ફાયદો
- બંધન બેન્ક 44bps
- RBL બેન્ક 30bps
- SBI 25bps
- એક્સિ બેન્ક, બેન્ક ઓફ બરોડા, સેન્ટ્રલ બેન્ક 20bps

બેન્ક ઓફ મહારાષ્ટ્ર ઈન્ડિયન બેન્ક, પંજાબ & સિંધ બેન્ક, સિન્ડિકેટ બેન્ક, યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા, J&K બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, યસ બેન્ક એન્ડ યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા 15bps. ઈન્ડસઈન્ડ બેન્ક, અલહાબાદ બેન્ક, બેન્ક ઓફ ઈન્ડિયા, કેનેરા બેન્ક, કોર્પોરેશન બેન્ક, ઈન્ડિયન ઓવરિસ બેન્ક, OBC, PNB અને કરુર વૈશ્ય 10 bps.

કોણે વ્યાજદર વધાર્યા?
- કર્ણાટક બેન્ક 45bps
- IDFC બેન્ક 30bps
- લક્ષ્મીવિલાસ બેન્ક 15bps
- સાઉથ ઈન્ડિયન બેન્ક 5bps

કોણે નથી કર્યો ફેરફાર?
- સિટી યુનિય બેન્ક
- DCB બેન્ક
- ધનલક્ષ્મી બેન્ક
- HDFC બેન્ક
- IDBI બેન્ક

સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાના એમડી અને સીઈઓ પલ્લવ મહાપાત્રાનું કહેવુ છે કે શરૂઆતમાં અમે બે પ્રોડક્ટને રિટેલમાં લિંક કરીશુ. ત્યારબાદ જોઇશુ કે બીજા કેટલા પ્રોડક્ટસ લિંક કરી શકશુ. એકવાર બોર્ડ મિટિંગમાં 31 ઓગસ્ટે મંજૂરી મળી જાય તો સપ્ટેમ્બરથી 2 પ્રોડક્ટસમાં રેપોરેટ લિંક કરીશુ. બોરોવિંગનું માઇનસેટ તો એ છે કે જો ભાવ રિઝનેબલ થઈ જાય છે તો જે સારા કસ્ટમર છે તે એટલુ જ ઈચ્છે છે કે તે બેન્કોથી લોન લે અને જો પ્રાઇઝ અનકમ્ફર્ટેબલ હશે તો જે સારા કસ્ટમર છે તે લોન લેવા માટે હિચકિચાય છે.