બજાર » સમાચાર » કંપની સમાચાર

કંપનીના માર્જિન યથાવત રહ્યા: સિંજિન ઈન્ટરનેશનલ

ના રોજ પ્રકાશિત Fri, 24, 2020 પર 13:13  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં સિંજિન ઈન્ટરનેશનલનો નફો 5.5 ટકા વધીને 91.8 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં સિંજિન ઈન્ટરનેશનલનો નફો 87 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં સિંજિન ઈન્ટરનેશનલની રૂપિયામાં આવક 11.3 ટકા વધીને 539.1 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં સિંજિન ઈન્ટરનેશનલની રૂપિયામાં આવક 484.4 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં સિંજિન ઈન્ટરનેશનલના એબિટડા 158 રૂપિયાથી વધીને 173.5 રૂપિયા રહ્યા છે. જ્યારે વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં સિંજિન ઈન્ટરનેશનલના એબિટ માર્જિન 32.6 ટકાથી ઘટીને 32.2 ટકા રહ્યા છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા સિન્જીનના સીઓઓ, મહેશ ભલગતે કહ્યું છે કે કંપનીની આવક અનુમાન કરતા નબળા આવતા જોવા મળ્યા છે. કંપનીના માર્જિન અનુમાન પ્રમાણે રહ્યા છે. ક્વાર્ટર 3 નું ગ્રોથ યથાવત જ્યારે આવકમાં વાર્ષિક ધોરણે 11 ટકા વધ્યો છે. કંપનીના માર્જિન અનુમાન પ્રમાણે 30 ટકા પર રહ્યા છે.