બજાર » સમાચાર » કંપની સમાચાર

Lockdownને કારણે માર્ચમાં કોર સેક્ટરની ગ્રોથ 6.5% ઘટી

ના રોજ પ્રકાશિત Thu, 30, 2020 પર 19:56  |  સ્ત્રોત : Moneycontrol.com

Covid-19 રોગચાળા અને લોકડાઉનને કારણે ભારતના કોર સેક્ટરની ગ્રોથને મોટો ઝટકો લાગ્યો હતો. માર્ચમાં કોર સેક્ટરની ગ્રોથમાં મોટો ઘટાડો આવ્યો હતો. એના પહેલા ફેબ્રુઆરી 2020 માં, કોર સેક્ટરની ગ્રોથ 11 મહિનામાં સૌથી વધુ હતી. કોર સેક્ટરમાં 8 સૌથી મહત્વપૂર્ણ સેક્ટરનો સમાવેશ થાય છે.


માર્ચમાં કોર સેક્ટરની ગ્રોથ 6.5 ટકા ઘટ્યો, જે ગયા વર્ષના આ મહિનામાં 5.8 ટકા વધી હતી. ચાલુ નાણાકીય વર્ષમાં 40 દિવસના લોકડાઉનનો અસર ઇકોનૉમી પર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.


ગુરુવારે જારી આંકડા મુજબ ક્રૂડ ઓઇલ સેક્ટરના ગ્રોથમાં 5.5 ટકાનો ઘટાડો થયો છે. નેચુરલ ગેસમાં આ ઘટાડો ખૂબ વધારે છે. તેમાં 15.2 ટકાનો ઘટાડો છે. રિફાઇનરી પ્રોડક્શનમાં 0.5 ટકા, ફાર્ટીલાઇઝર્સમાં 11.9 ટકાનો, સ્ટીલમાં 13 ટકાનો, ઇલેક્ટ્રિસિટીમાં 7.2 ટકા અને સિમેન્ટમાં 24.7 ટકાનો ઘટાડો થયો છે. આ દરમિયાન ફક્ત કોલ સેક્ટરમાં ગ્રોથ જોવા મળી છે. કોલ સેક્ટરની ગ્રોથ માર્ચમાં 4 ટકા રહી છે. જોકે, માર્ચ 2019 માં કોલ સેક્ટરની ગ્રોથ 9.1 ટકા છે.


કોર સેક્ટરમાં સૌથી મોટો ઘટાડો સ્ટીલ, ફર્ટિલાઇઝર્સ અને સિમેન્ટમાં રહી છે. IIP ઈન્ડેક્સમાં કોર સેક્ટરનો હિસ્સો 40.27 ટકા છે.