બજાર » સમાચાર » કંપની સમાચાર

Corona Crisis: છેલ્લા કેટલાક દિવસોમાં આવેલ તીવ્ર ઘટાડાની બાદ ઘણી કંપનીઓના પ્રમોટર્સે ભાગીદારી વધારી

ના રોજ પ્રકાશિત Tue, 24, 2020 પર 16:39  |  સ્ત્રોત : CNBC-Bajar

છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા તીવ્ર ઘટાડાની બાદ ઘણી કંપનીઓના પ્રમોટરો સક્રિય થયા છે. આ બાયબેક્સ કે પોતે બજારમાં ખરીદારી કરીને રોકાણકારોને ખાતરી આપી રહ્યા છે. તેના માટે તેઓ કંપનીમાં પોતાનો હિસ્સો વધારી રહ્યા છે. એવી કેટલી કંપનીઓ છે અને કેટલી ખરીદી થઈ રહી છે. ચાલો જાણીએ?

માર્ચ મહીનામાં Sterlite Tech એ 150 રૂપિયાના ભાવ પર 145 કરોડના શેરને બાયબેક કરવાની ઘોષણા કરી છે. જ્યારે MOSL એ 650 રૂપિયાના ભાવ પર 150 કરોડ શેર બાયબેક કરવાની ઘોષણા કરી છે જ્યારે Emamiએ 300 રૂપિયા ના ભાવ પર 194 કરોડ શેર બાયબેક કરવાની ઘોષણા કરી છે. ત્યારે Sun Pharma એ 425 રૂપિયાના ભાવ પર 1700 કરોડના શેર બાયબેક કરવાની ઘોષણા કરી છે. તો Dalmia Bharat એ 700 રૂપિયાના ભાવ પર 500 કરોડના શેર બાયબેક કરવાની ઘોષણા કરી છે. જ્યારે Supreme Petro એ 185 રૂપિયાના ભાવ પર 63 કરોડના શેર બાયબેક કરવાની ઘોષણા કરી છે. Granules એ 200 રૂપિયાના ભાવ પર 250 કરોડના શેર બાયબેક કરવાની ઘોષણા કરી છે.

જ્યારે પ્રમોટર્સ પણ પોતાની કંપનીઓમાં ભાગીદારી વધારી રહ્યા છે. Godrej Ind માં પ્રમોટર Anamudi real estate એ 19-20 માર્ચના 1.4 લાખ શેર ખરીદયા છે. તો Aurobindo Pharma માં પ્રમોટર 18-20 માર્ચના 5.64 લાખ શેર ખરીદશે.

જ્યારે TATA MOTORS DVR માં પ્રમોટર Tata Sons એ 13 માર્ચના 46.97 રૂપિયાના ભાવ પર 82.29 લાખ શેર ખરીદયા છે જ્યારે TATA STEEL માં 12-13 માર્ચની વચ્ચે 300.5 રૂપિયાના ભાવ પર 1.55 કરોડ શેર ખરીદયા છે.

જ્યારે TATA SONS એ Tata Power માં 1.39 કરોડ શેર 38.72 રૂપિયાના ભાવ પર 12 માર્ચના ખરીદશે. ત્યારે TATA CHEM માં પ્રોમોટર TATA SONS એ 25-26 માર્ચના 31 લાખ શેર ખરીદયા છે.

Bajaj auto માં પ્રમોટર Jamnalal Sons એ 11 માર્ચના 2.35 લાખ શેર ખરીદયા છે. જ્યારે Just dial માં પ્રમોટર Anita Mano એ 12 માર્ચના 1.07 લાખ શેર ખરીદયા હતા. ત્યારે PVR Limited માં પ્રમોટર Ajay Bijli એ 6 માર્ચના 20000 શેર ખરીદયા છે.