બજાર » સમાચાર » કંપની સમાચાર

Corona Effect: વિમાન એન્જિન બનાવતી ઇંગ્લેન્ડની કંપનીએ હજારો લોકોને કામથી કાઢી મુક્યા

ના રોજ પ્રકાશિત Thu, 21, 2020 પર 17:35  |  સ્ત્રોત : Moneycontrol.com

ઇંગ્લેન્ડના વિમાનનાં એન્જિન બનાવા લી કંપની રોલ્સ રોઇસે લગભગ 9,000 કર્મચારીઓને કામથી કાઢી મકવાનો નિર્ણય લીધો છે. કોરોના સંક્રમણને કારણે વિશ્વભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, જેના કારણે તમામ પ્રકારના ઉદ્યોગો ધંધા સ્થિર થયા છે. ત્યારે તમામ પ્રકારના ટ્રાફિકની સાથે વિમાનની ફ્લાઇટ્સ પણ બંધ છે, જેના કારણે વિમાનના એન્જિન બનાવા વાળા ઇંગ્લેંડની રોલ્સ રોઇસ કંપનીના કારોબારમાં નુકસાનને ટાંકીને લગભગ 9000 કર્મચારીઓને કામથી કાઢવાનો નિર્ણય કર્યો છે.


રોલ્ડ રોઇસ આ કંપની બોઇંગ -787 અને એરબસ-350 વિમાન માટેના એન્જિન બનાવે છે. એરલાઇન્સ સર્વિસ બંધ થવાને કારણે કંપનીને મોટું આર્થિક નુકસાન થયું છે, જેના કારણે કંપનીએ 9000 કર્મચારીઓને કાઢી મુક્યા છે અને એની સાથે જ કંપની પ્રોજેક્ટ્સની ક્ષમતા પણ ઓછી કરવાનું વિચાર કરી રહી છે. રોલ્સ રોઇલના મુખ્ય કાર્યકારી અધિકારી વૉરન ઇસ્ટે કહ્યું છે કે કંપનીમાં ખર્ચ ઓછા હોવાને કારણે કંપનીના કર્મચારીઓની સંખ્યા ઓછી કરવાનું નિર્ણય લીધો છે. તેમણે વધુમાં કહ્યું કે 1987 માં કંપનીનું ખાનગીકરણ થયું હતું. એના પછી કમનસીબે તે નોકરીઓમાં અત્યા સુધીની સૌથી મોટો ઘટાડો સાબિત થયો છે.


મહારાષ્ટ્ર ટાઇમ્સ અનુસાર રોલ્સ રોઇસના વિશ્વભરમાં 52,000 કર્મચારી છે. જર્મની, સિંગાપોર સહિત કેટલાક મોટા દેશોમાં કંપનીના 16 થી 17 પ્રોજેક્ટ્સ છે. કંપનીનું વાર્ષિક ટર્નઓવર 15 અરબ પાઉન્ડની આસપાસ છે. કોરોનાને કારણે થતા નુકસાનની ભરપાઇ કરવા માટે, કંપનીને પ્રતિ વર્ષ ઓછામાં ઓછા 1.3 અરબ પાઉન્ડની બચત કરવી પડશે અને 9000 લોકોને કાઢવાથી કંપનીને 700 મિલિયન પાઉન્ડની બચત થશે.


કોરોનાને કારણે ઇંગ્લેન્ડમાં હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારબાદ 9000 લોકોએ રોજગાર ગુમાવી છે, યુરોપમાં કોરોનાને કારણે નોકરી ગુમાવા વાળાની સૌથી મોટી સંખ્યા છે. જો કે, ઇંગ્લેન્ડ સરકારે નોકરી ગુમાવનારાઓને આર્થિક સહાયની આપવાની જાહેરાત કરી છે, જેનો લાભ કંપનીના 4 હજાર કર્મચારીઓને મળશે. તો આ સમાચારમાં કંપનીના શૅરમાં લગભગ 62 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.