બજાર » સમાચાર » કંપની સમાચાર

કોરોના વાયરસની અસર બિઝનેસ પર થઇ શકે: કલ્યાણી સ્ટીલ

ના રોજ પ્રકાશિત Wed, 26, 2020 પર 13:14  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં કલ્યાણી સ્ટીલનો 6.5 ટકા ઘટીને 31.2 કરોડ રૂપિયાનો નફો થયો છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં કલ્યાણી સ્ટીલનો નફો 34.4 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં કલ્યાણી સ્ટીલની આવક 25 ટકા ઘટીને 280.5 કરોડ રૂપિયા થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં કલ્યાણી સ્ટીલની આવક 374 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં કલ્યાણી સ્ટીલના એબિટડા 16.9 ટકાથી ઘટીને 42.9 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષ 2019ના ત્રીજા ક્વાર્ટરમાં કલ્યાણી સ્ટીલના એબિટડા માર્જિન 11.5 ટકાથી વધીને 17.9 ટકા રહી છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા કલ્યાણી સ્ટીલના એમડી, આર કે ગોયલનું કહેવુ છે કે કોરોના વાયરસની સમસ્યા વધુ ટકી તો અમારા બિઝનેસને અસર થશે. ચીનથી અમે કાચો માલ મગાવીએ છીએ. હાલ અમારી પાસે પુરતો કાચો માલ હોવાથી કોઇ સમસ્યા નથી.