બજાર » સમાચાર » કંપની સમાચાર

Covid-19 ના કારણે બ્રિટિશ એરવેઝ 28000 કર્મચારીઓને મોકલશે રજાઓ પર

ના રોજ પ્રકાશિત Fri, 03, 2020 પર 12:50  |  સ્ત્રોત : CNBC-Bajar

યૂનાઈટેડ કિંગડમની ફ્લેગશિપ કંપની બ્રિટિશ એરવેઝ પોતાના 28000 કર્મચારીઓની ટેંપરરી છટણી કરવાની છે. આ 28000 લોકો બ્રિટિશ એરવેઝના કુલ વર્કફોર્સના આશરે 60 ટકા છે.

એરલાઇન કંપનીએ આ પગલા કોરોનાવાયરસ (Covid-19) ના વધતા સંક્રમણને કારણે ઉપાડ્યા છે. દુનિયા ભરમાં કોરોના વાયરસના સંક્રમણ તેજીથી વધી રહ્યા છે. તેના એવિએશન સેક્ટર પર ઘણી ખરાબ અસર પડી છે કારણ કે દુનિયાના વધારેતર દેશોએ ઈન્ટરનેશનલ ઉડાનો પર પાબંદી લગાવી દીધી છે. તેના લીધે બ્રિટિશ એરવેઝની ઉડાનો પણ બંધ છે.

કંપની છેલ્લા એક સપ્તાહથી યૂનિયનની સાથે વાતચીત કરી રહી છે. ગુરૂવાર રાત્રે યૂનિયન આ વાત પર રાજી થઈ ગયા છે કે કંપની 28000 કર્મચારીઓને અસ્થાયી તૌર પર હટાવી શકે છે. આ દરમ્યાન કર્મચારીઓને 80 ટકા સેલેરી મળતી રહેશે. યૂનિયને કહ્યુ કે કર્મચારીઓને સેલેરી વગર રજાઓ પર ના મોકલી શકાય.

યૂનાઇટેડ નેશનલ એવિએશન ઑફિસર ઑલિવર રિચર્ડસને કહ્યુ છે કે હજુ સમગ્ર એવિએશન સેક્ટર મુશ્કેલીથી લડી રહ્યુ છે. એવામાં આ સારી ડી છે. બ્રિટિશ એરવેઝના ચીફ એલેક્સ ક્રૂઝે કહ્યુ કે એરલાઇનને હાલ જે કર્યુ તે મજબૂરી છે પરંતુ અમારી કોશિશ છે કે કર્મચારીઓનું પુરુ ધ્યાન રાખવામાં આવે.

બ્રિટિશ એરવેઝ અને સ્પેનિશ એરલાઈન ઇબેરિયા (Iberia) પર માલિકાના હક ઈન્ટરનેશનલ એરલાઇન્સ ગ્રુપ (IAG) નો છે. આ ગ્રુપે કહ્યુ કે એપ્રિલ અને મે માં તે એરલાઇનની ક્ષમતા 75 ટકા સુધી ઘટાડી દેશે. પેરેંટ કંપનીની ફાઈનાન્શિયલ સિચ્યુએશન સારી છે. છેલ્લા કેટલાક મહીનામાં કંપનીની સારી કમાણી થઈ છે.