બજાર » સમાચાર » કંપની સમાચાર

COVID-19 Impact: MakeMyTrip પોતાના 350 કર્મચારીઓની કરશે છટણી

ના રોજ પ્રકાશિત Mon, 01, 2020 પર 13:01  |  સ્ત્રોત : Moneycontrol.com

કોરોના વાયરસની માર દુનિયા જેલી રહી છે. તેનાથી વધારે આર્થિક નુકસાન થયુ છે. સૌથી વધારે કોરોના વાયરસની માર ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી પર પડી છે. ટ્રાવેલ એજેન્સીઓ MakeMyTrip ને કહ્યુ છે કે તે પોતાના 350 કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. કંપનીનું કહેવુ છે કે કોરોના વાયરસ મહામારીના ચાલતા બિઝનેસ ઘણો પ્રભાવિત થયો છે.

આ વાતની ધોષણા MakeMyTrip ના સીઈઓ દીપ કાલરાએ એક પત્રના દ્વારા કરી છે. આ પત્રમાં લખવામાં આવ્યુ છે કે લાંબા સમય સુધી કારોબાર કરવા માટે અમે પોતાની રણનીતિ પર વિચાર કર્યો છે. કોરોના વાયરસ મહામારીથી વર્તમાન બિઝનેસના હાલાત બદલી ગયા છે. જો કે અમારે એક દુખદ નિર્ણય લેવા માટે મજબૂર થવુ પડયુ.

આ ઑર્ગેનાઈઝેશનને સારૂ બનાવા માટે કર્મચારીઓએ જે રીતે મહેનત કરી છે. તેની અમે સરાહના કરીએ છે. કર્મચારીઓએ જે કંપનીમાં યોગદાન આપ્યુ છે, તેને અમે ધન્યાવાદ કરીએ છે.

કંપનીએ કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખતા છટણી કરેલા કર્મચારીઓને અને તેમના પરિવાર માટે એક વર્ષના અંત સુધી મેડિક્લેમ કવરેજની ઑફર આપી રહી છે. તેના સિવાય કંપની નિકાળેલા કર્મચારીઓ માટે બીજી જગ્યા જૉબ આપવાનો પ્રયત્ન કરશે.