બજાર » સમાચાર » કંપની સમાચાર

Coronavirus: Oyo એ પોતાના કર્મચારીઓને વગર પગારે રજાઓ પર મોકલ્યા

ના રોજ પ્રકાશિત Thu, 09, 2020 પર 12:21  |  સ્ત્રોત : CNBC-Bajar

ઓયોના ફાઉંડર રિતેશ અગ્રવાલે 8 એપ્રિલના પોતાના દુનિયાભરના કર્મચારીઓને વગર સેલેરીએ રજાઓ પર મોકલી દીધા છે. કોરોના વાયરસના વધતા સંક્રમણને કારણે ટૂર-ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીનો ધંધો સંપૂર્ણ પણે બંધ છે. એવામાં ઓયોના બૉસે પોતાના વધારેતર કર્મચારીઓને 60 થી 90 દિવસ માટે રજાઓ પર મોકલી દીધા છે.

અગ્રવાલે કર્મચારીઓને સંદેશમાં કહ્યુ છે કે ગત કેટલાક સપ્તાહમાં હાલાત ઘણા ખરાબ રહ્યા છે. તેમણે કહ્યુ કે, "હાલમાં ઓયોના રેવેન્યુ અને ઑક્યૂપેંસીમાં 50 થી 60 ટકાનો ઘટાડો આવી ગયો છે." તેમણે કહ્યુ કે તેના લીધેથી કંપનીની બેલેંસ શીટ પર દબાણ વધી રહ્યુ છે.

અગ્રવાલે કહ્યુ, "ઓયો માટે કોરોનાવાયરસના સંક્રમણ એવા સમયમાં આવ્યુ છે જ્યારે કંપનીએ રીસ્ટ્રક્ચરિંગ કરી છે. ઓયોએ આ વર્ષ જાન્યુઆરીમાં રીસ્ટ્રક્ચરિંગ કરી છે. તેના લીધેથી હું તમને બધાને ચોખ્ખુ કહી રહ્યો છુ કે મારો ઈરાદો ના ની બરાબર એટલે કે છટણી કરવાનો નથી."

ઓયોએ આ વર્ષ જાન્યુઆરીમાં રિસ્ટ્રક્ચરિંગની જાહેરાત કરી હતી એટલે કે કૉસ્ટ ઓછી થઈ શકે. ગત મહીને બ્લૂમબર્ગને આપેલા એક ઈન્ટરવ્યૂહમાં અગ્રવાલે કહ્યુ હતુ કે કંપની 5000 કર્મચારીઓની છટણી કરશે. ત્યાર બાદ દુનિયાભરમાં ઓયોના કર્મચારીઓની સંખ્યા ઘટાડીને 25000 થઈ જશે.

ઇકોનૉમિક ટાઇમ્સના મુજબ, ઓયોએ અમેરિકામાં માર્ચ મધ્યથી અત્યાર સુધી સેલ્સ, બિઝનેસ ડેવલપમેન્ટ અને એચઆરની છટણી કરી દીધી છે. કર્મચારીઓને એપ્રિલના પહેલા સપ્તાહમાં નોકરીથી હટાવી દેવામાં આવ્યા હતા.