બજાર » સમાચાર » કંપની સમાચાર

Covid-19 વીમો લેવા પર 5% છૂટ મળશે, 50,000 થી 5 લાખ સુધી કવર

ના રોજ પ્રકાશિત Thu, 16, 2020 પર 11:32  |  સ્ત્રોત : Moneycontrol.com

ભારતીય વીમા રેગુલેટર ઇર્ડા (IRDA)એ 29 સામાન્ય અન્ડ આરોગ્ય વીમા કંપનીઓને COVID-19 સારવાર માટે શોર્ટ ટર્મ કોરોના કવચ (Corona Kavach) આરોગ્ય વીમા પૉલિસી (Policy) રજૂ કરવાની મંજૂરી આપી છે. વીમા કંપનીઓ (ncurance Companies)ને આ સૂચના એવા સમયે મળી છે જ્યારે દેશમાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યા છે. આ સાથે, ઇરડાએ વીમા કંપનીઓને ડૉકટર અને આરોગ્ય કર્મચારીઓને કોરોના કવર પ્રીમિયમ પર 5 ટકા છૂટ આપવા જણાવ્યું છે. નિયમનકાર અનુસાર, પ્રીમિયમ ચુકવણી એકવાર કરવી પડશે અને આખા દેશમાં પ્રીમિયમની રકમ સમાન હશે. ઇરડાએ આ કહ્યું છે રે કેટલાક રિપોર્ટમાં હોસ્પિટલો દ્વારા દર્દીઓને વીમાં પૉલિસી હોવા છતા Covid-19નું સારવાર માટે કેશલેસ સુવિધા (Cashles) નહીં આપવાની વાત કરવામાં આવી. રેગુલેટરે કહ્યું કે હોસ્પિટલો કેશલેસ સુવિધાઓને નકારી નહીં શકે.


50 હજારથી 5 લાખ સુધી મળશે વીમા કવર


ઇરડાનાં ચેરમેન એસ.સી.ખાંટિયાએ 28 જૂને વીમા કંપનીઓને 10 જુલાઈ સુધી કોરોના કવર પોલિસી લોન્ચ કરવાનું નિર્દેશ કર્યું હતું. રિપોર્ટ અનુસાર સાડા ત્રણ મહિનાથી લઅને સાડા નવ મહિના સુધીના સમય વાળા આ વીમામાં 50 હજારથી 5 લાખનું સુધીનો વીમા કવર મળશે. 31થી 55 વર્ષના વ્યક્તિ માટે 2.5 લાખ રૂપિયાનું પૉલિસી પ્રીમિયમ 2,200 રૂપિયા છે. એક જ વયના બે પુખ્ત વયના અને બે બાળકોનું પ્રીમિયમ 4700 રૂપિયા છે. એટલે કે પરિવારવા એક સાથે વીમા કરાવા પર પ્રીમિયમ સસ્તુ થશે


આ કંપનીઓને મળશે પરવાનગી


ઇરડાએ જે 29 સામાન્ય અને આરોગ્ય વીમા કંપનીઓને Corona કવચ વીમા પૉલિસી લાવવાની મંજૂરી આપી દીધી છે, તે સાર્વજનિક અને પ્રાઇવેટ ક્ષેત્રના વીમાં કંપની મસલન ઓરિએન્ટલ ઇન્સ્યુરન્સ, નેશનલ ઇન્સ્યુરન્સ, SBI જનરલ ઇન્સ્યુરન્સ, ICICI લોમ્બાર્ડ, HDFC એર્ગો, મેક્સ બૂપા, Bajaj Allianz, ભરતી એક્સા અને Tata AIG શામીલ છે. Irdaiના માર્ગદર્શિકા અનુસાર, અલ્પાવધિના માટે પૉલિસી સાડા ત્રણ મહિના, સાડા છ મહિના અને સાડા નવ મહિના માટે હોઈ શકે છે. એમાં વીમાની રકમ 50,000 રૂપિયાથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીની હોય છે.