બજાર » સમાચાર » કંપની સમાચાર

દેશમાં ડેટા બૂમથી થશે ફાયદો: શૅમારુ એન્ટરટેન્મેટ

ના રોજ પ્રકાશિત Wed, 13, 2017 પર 13:18  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2018 ના પહેલા ક્વાર્ટરમાં શૅમારુ એન્ટરટેન્મેટનો નફો 12.3% વધીને 15.9 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2017 ના પહેલા ક્વાર્ટરમાં શૅમારુ એન્ટરટેન્મેટનો નફો 14.2 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2018 ના પહેલા ક્વાર્ટરમાં શૅમારુ એન્ટરટેન્મેટનુ વેચાણ 8.1% વધીને 103.6 કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ 2017 ના પહેલા ક્વાર્ટરમાં શૅમારુ એન્ટરટેન્મેટનુ વેચાણ 95.87 કરોડ રૂપિયા રહી હતી.


શૅમારુ એન્ટરટેન્મેટના જૂન ક્વાર્ટરમા સોરા પરિણામ આવ્યા છે. કંપનીના પરિણામ પર વધારે વિસ્ચાર થી વાત કરતા શૅમારુ એન્ટરટેન્મેટના ડિરેક્ટર હિરેન ગડાનું કહેવુ છે કે કંપનીમાં સેટેલાઇટ ચેનલ્સ માટે ડિસ્ટ્રીબ્યુશનમાં સંકળાયેલી છે. કંપનીમાં મોબાઇલ, ઇન્ટરનેટ, બ્રોડબેન્ડ આઈપીટીવી, ડીટીએચમાં કાર્યરત છે. YuppTV સાથે કરાર કર્યો છે. એરટેસ ડિજીટલ ટીવી સાથે એપ્રિલમાં ભોજપુરી સર્વિસ શરૂ કરી શકે છે. ટાટા સ્કાય સાથે બોલિવુડ પ્રિમીયર સર્વિસ મેમાં શરૂ કરી રહી છે.


હિરેન ગડાના મતે આવનારા સમયમાં કંપનીમાં ગ્રોથ જોવા મળશે. કંપનીમાં આ ક્વાર્ટરમાં 40% ની ગ્રોથ જોવા મળી છે. કંપનીના ડેટમાં 70-80 કરોડ રૂપિયાનું વધારો જોવા મળ્યો છે. કંપનીમાં 3-4 વર્ષથી ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે. YuppTV પણ એક ટેલિવિઝન ઓરિએન્ટડ પ્લેટફોર્મ છે. કંપનીમા એની પણ ઘણી સાર અસર જોવા મળી છે. યૂટ્યુબ પર કંપનીના ઘણા ચેનલ છે.