બજાર » સમાચાર » કંપની સમાચાર

વેચાણ વોલ્યુમ ઘટશે તો માર્જિન પર અસર દેખાશે: ટાઈટન

ના રોજ પ્રકાશિત Wed, 10, 2020 પર 11:59  |  સ્ત્રોત : CNBC-Bajar

ટાઈટન કંપનીના સીએફઓ એસ. સુભ્રમણિયમનું કહેવુ છે કે જ્વેલરી કારોબારમાં હાલના માર્જિન યથાવત્ રહી શકે. હાલના વાતાવરણથી ફાયદો થઈ શકે. ગ્રાહકો સાથે વીડિયો કોલ દ્વારા વેચાણ શરૂ કર્યું. કોસ્ટને અંકુશમાં રાખવા માટે પગલા લીધા. પહેલા ત્રિમાસીકમાં જ્વેલરીનું વેચાણ ઓછુ રહી શકે છે.

એસ. સુભ્રમણિયમના મતે દર અઠવાડિયે વાતાવરણ સુધરી રહ્યું છે. લોકડાઉનના કારણે Q1ના પરિણામ ખરાબ રહ્યા. FY21ના માર્જિનમાં આગળ દબાણ જોવા મળી શકે છે. વેચાણ વોલ્યુમ ઘટશે તો માર્જિન પર અસર દેખાશે. પહેલા ગ્રાહકોના મનમાં ડર હતો. હવે ફરી ગ્રાહકોનો વિશ્વાસ આવતા ફૂટફૉલ વધી રહ્યો છે. સોશલ ડિસ્ટેન્સિંગની પ્રાથમિકતા સાથે કામ કરી રહ્યા છીએ.

એસ. સુભ્રમણિયમના મુજબ ઓનલાઇન ખરીદીની પણ સુવિધા આપી રહ્યા છીએ. આ વર્ષનું પહેલું ત્રિમાસિક બહુ ખરાબ રહેશે. જૂનથી વેચાણ ફરી પિકઅપ થવાની આશા છે. નવા સ્ટોર્સ 60ની જગ્યાએ 20-25 ખુલવાની શક્યતા. આવનાર વર્ષ સાધારણ રહે તેવી આશા છે.