બજાર » સમાચાર » કંપની સમાચાર

ડિમાન્ડમાં સુધારો જોવા મળશે: અશોક લેલેન્ડ

ના રોજ પ્રકાશિત Thu, 06, 2018 પર 13:09  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં અશોક લેલેન્ડનો નફો 37.5 ટકા વધીને 459.6 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં અશોક લેલેન્ડનો નફો 334.2 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં અશોક લેલેન્ડની આવક 25.2 ટકા વધીને 7608 કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં અશોક લેલેન્ડની આવક 6076.4 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં અશોક લેલેન્ડના એબિટડા 611.8 કરોડ રૂપિયાથી વધીને 806 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં અશોક લેલેન્ડના એબિટડા માર્જિન 10.1 ટકાથી વધીને 10.6 ટકા રહ્યા છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા અશોક લેલેન્ડના સીએફઓ, ગોપાલ મહાદેવાને કહ્યું છે કે નવેમ્બર મહિનામાં એમએચસીવી ઇન્ડસ્ટ્રીના વોલ્યુમમાં મોટો કડાકો જોવા મળ્યું છે. નવેમ્બરમાં એમએચસીવીના વોલ્યુમમાં 15-18 ટકાનો ઘટાડો નોંઘયો છો. ગયા 15 મહિનામાં પહેલી વાર એમએચસીવીના વોલ્યુમમાં ઘટાડો નોંધાયો છે.


ગોપાલ મહાદેવાનનું કહેવુ છે કે અશોક લેલેન્ડએ નેમ્બરમાં એમએચસીવીના વેચાણમાં 18 ટકા નો ઘટાડો નોંધયો છે. નવા એક્સલ લોડ નોર્મસના કારણે સીવીની માંગ પર અસર જોવા મળી છે. ડિસેમ્બરમાં મહિનામાં ડિમાન્ડમાં સુધારો જોવા મળી શકે છે.