બજાર » સમાચાર » કંપની સમાચાર

ડિવીઝ લૅબ્સ: તેલંગાણા પ્લાન્ટની તપાસ સફળ રહી

ના રોજ પ્રકાશિત Thu, 17, 2018 પર 16:48  |  સ્ત્રોત : CNBC-Bajar

ડિવીઝ લૅબ્સ આજે ફોકસમાં હતો. કંપનીના તેલંગાણા પ્લાન્ટના યુનિટ-1ની યૂએસએફડીએ દ્વારા સફળ તપાસ કરવામાં આવી છે. યૂએસએફડીએએ કોઈ પણ આપત્તિ વિના આ તપાસ પૂરી કરી છે. કંપનીના US કારોબાર માટે પ્લાન્ટના યુનિટ-1 અને યુનિટ-2 ખૂબ જ અગત્યના છે. 2017માં જ યુનિટ-2ના ઇમ્પોર્ટ અલર્ટ અને વૉર્નિંગ લેટરમાંથી કંપનીને રાહત મળી ચૂકી છે.