બજાર » સમાચાર » કંપની સમાચાર

લૉકડાઉનની વચ્ચે આવશ્યક વસ્તુઓને ઘરે પહોંચાડવા માટે Domino`s Pizza અને ITC Foods એ હાથ મિલાવ્યા

ના રોજ પ્રકાશિત Thu, 02, 2020 પર 16:27  |  સ્ત્રોત : CNBC-Bajar

દેશમાં કોરોના વાયરસના પ્રકોપથી લૉકડાઉન ઘોષિત કરાયુ છે. જેથી બહાર નીકળવું પણ મુશ્કેલ છે. શેરીઓમાં મૌન છે ફક્ત જરૂરી ચીજવસ્તુઓની સપ્લાય કરનારી દુકાનો જ ખુલી છે. આ દરમિયાન ઓનલાઇન શોપિંગ કંપનીઓ પણ જરૂરી ચીજો સપ્લાય કરી રહી છે. ડોમિનોઝ પિઝાએ આવા સમયે આઇટીસી ફૂડ્સ સાથે ભાગીદારી કરી છે. આ અંતર્ગત આઇટીસી ફુડ્સમાં હાજર કરિયાણા અને જરૂરી ચીજો વસ્તુઓને ડોમિનોઝ હોમ ડિલેવરી કરશે.

આવશ્યક વસ્તુઓની સામગ્રી માટે ડોમિનોઝે પોતાની એપમાં સુવિધા પણ આપી દીધી છે. Jubilant FoodWorks એ કહ્યુ કે આજથી શરૂ થવા વાળા ડોમિનોઝ એપ પર આશીર્વાદ લોટ, મસાલા મિર્ચ, ધાણા, હળદર પાવડર બધા કૉમ્બો પેકમાં ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે જુબિલન્ટ ફૂડવર્ક્સની પાસે ભારતમાં ડોમિનોઝ પિઝ્ઝાની ફ્રેંચાયઝી છે. આ સર્વિસ સૌથી પહેલા બેંગ્લોરમાં શરૂ કરવામાં આવશે. તેની બાદ નોએડા, મુંબઈ, કોલકતા, ચેન્નઈ અને હૈદરાબાદના ઉપભોક્તાઓને સર્વિસ શરૂ કરવામાં આવશે.

આ સર્વિસનો લાભ ઉઠાવવા ગ્રાહકોને ડોમિનોઝ પિઝ્ઝા એપના નવા વર્જનમાં ડોમિનોઝ એસેંશિયલ સેક્શનનો ઉપયોગ કરવો પડશે. જ્યાં તેમણે કૉમ્બો પેકને પસંદ કરવુ પડશે. તેના માટે ગ્રાહક ડિઝિટલ પેમેંટનો પણ ઉપયોગ કરી શકે છે.

ડોમિનોઝના સેફ ડિલિવરી એક્સપર્ટ ગ્રાહકો દ્વારા મંગાવેલા સામાનને ઘર-ઘર પહોંચડવા માટે જીરો કૉન્ટેક્ટ ડિલિવરી પ્રેક્ટિસ(વગર કોઈના સંપર્કે) નિયમનું પાલન કરશે. એટલે કે તે સુનિશ્ચિત કરવામાં આવે કે ગ્રાહક ડિલિવરી કરવા વાળા વ્યક્તિના સંપર્કમાં આવ્યા વગર પોતાનો ઑર્ડર લઈ શકે.


કુલ મળીને દેશ મોટા શહેરોના ઉપભોક્તાઓને જે આવશ્યક સામાનની આપૂર્તિની જરૂર અનુભવ થઈ રહી છે. તો તેના માટે એક ઑનલાઈન વિકલ્પ એ પણ મળી ગયો છે.