બજાર » સમાચાર » કંપની સમાચાર

ખરાબ હવામાનને લીધે ફ્લાઇટ્સ રદ કરવા પડી: ઇન્ડિગો

ના રોજ પ્રકાશિત Mon, 11, 2019 પર 15:06  |  સ્ત્રોત : CNBC-Bajar

ખરાબ વાતાવરણ અને પાયલોટની અછતને કારણે ઇન્ડિગોએ ગત 3 દિવસમાં લગભગ 100થી વધુ ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. ઉત્તર ભારતમાં પાછલા 2-3 દિવસોથી બગડેલા વાતવરણને લીધે હવામાનમાં ભારે અસર જોવા મળી. નવી દિલ્હીથી મુંબઇ, બેંગલોર, હૈદરાબાદ, કલકત્તા અને રાયપુરની ફ્લાઇટ્સને વધારે અસર થઇ છે. સૂત્રો મુજબ ઇન્ડિગો એરલાઇન્સને પોતાના ક્રૂ અને પાયલોટ મેનેજમેન્ટને લઇને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.


તો આ અંગે ઇન્ડિગોએ સ્પ્ષ્ટતા આપી છે કે ફ્લાઇટ્સ રદ તથા ડાયવર્ટ કરવાના કારણે તેમના મેનેજમેન્ટમાં અનિયમિતતા આવી ગઇ છે. ઇન્ડિગો સિવાય જેટ અને એર ઇન્ડિયાને પણ પોતાના ઓપરેશન્સમાં બદલાવ કરવા પડ્યા છે જે અંતર્ગત હવાઇ મુસાફરી કરનાર લોકોને આવનાર સમયમાં હજુ વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.