બજાર » સમાચાર » કંપની સમાચાર

ગ્રોથમાં 1 એપ્રિલથી વધારાની આશા: બ્લુ સ્ટાર

ના રોજ પ્રકાશિત Mon, 16, 2020 પર 13:43  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં બ્લુ સ્ટારને 19.6 કરોજ રૂપિયાનો નફો થયો છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં બ્લુ સ્ટારને 0.9 કરોડ રૂપિયાની ખોટો થઇ હતી.


નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં બ્લુ સ્ટારની આવક 12.5 ટકા વધીને 1236 કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં બ્લુ સ્ટારની આવક 1099 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં બ્લુ સ્ટારના એબિટડા 42.4 કરોડ રૂપિયાથી વધીને 57.1 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં બ્લુ સ્ટારના એબિટડા માર્જિન 3.8 ટકાથી વધીને 4.6 ટકા રહ્યા છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા બ્લુ સ્ટારના જોઈન્ટ એમડી, બી થીયાગરાજને કહ્યું છે કે મારા મતે કંપનીમાં 1 એપ્રિલથી સારી ગ્રોથ દેખાશે. અમે અમારા કર્માચારીઓને ઘરે કામ કરવાની સલાહ આપી છે. જેનાથી કંપનીમાં વધારે અસર નહીં દેખાય.