બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનારા ક્વાર્ટરમાં સારો ગ્રોથની આશા: ન્યુજેન સોફ્ટવેર

ના રોજ પ્રકાશિત Wed, 22, 2020 પર 14:03  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં ન્યુજેન સોફ્ટવેરનો નફો 32.7 ટકા વધીને 23.96 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં ન્યુજેન સોફ્ટવેરનો નફો 18.05 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં ન્યુજેન સોફ્ટવેરની આવક 15.2 ટકા વધીને 184.95 કરોડ રૂપિયા થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં ન્યુજેન સોફ્ટવેરની આવક 160.5 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ન્યુજેન સોફ્ટવેરના એબિટડા 26.77 કરોડ રૂપિયાથી વધીને 35.78 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ન્યુજેન સોફ્ટવેરના એબિટડા માર્જિન 17 ટકાથી વધીને 19.35 ટકા રહ્યા છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા ન્યુજેન સોફ્ટવેરના ચેરમેન અને એમડી, દિવાકર નિગમે કહ્યું છે કે કંપનીનું ગ્રોથ ભારતમાં ઓછુ રહ્યું છે, જો કે બીજી દેશોમાં વધારે ગ્રોથ જોવા મળ્યું છે. છેલ્લા 9 મહિનાનો ગ્રોથ 19 ટકા રહ્યો છે, પરંતુ ભારતમાં ઓછું રહ્યું છે. આવનારા ક્વાર્ટરમાં સારો ગ્રોથની આશા છે. કંપનીને ભારતથી પ્રોફીટ નથી મળી રહ્યો છે. વિદેશ માંથી સારો ગ્રોથ થી જ પ્રોફીટ રિકવર કરવો પડશે.