બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનારા ક્વાર્ટરમાં સારા પરિણમની અપેક્ષા: એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ

ના રોજ પ્રકાશિત Wed, 10, 2020 પર 13:21  |  સ્ત્રોત : CNBC-Bajar

એપીએમ ટર્મિનલ્સ પિપાવાવના એમડી, જેકોબ ફ્રીસ સોરેનસેનનું કહેવુ છે કે પરિણામ નબળા રહ્યા છે. આવક વાર્ષિક ધોરણે 10 ટકા ઘટીને 160 કરોડ રૂપિયા પર પહોંચી ગયા છે. વોલ્યુમ વાર્ષિક ધોરણે 12 ટકા ઘટીને 3.3 રૂપિયા પર પહોંચી ગયું છે. નફો વાર્ષિક ધોરણે 6 ટકા ઘટીને 48 કરોડ રૂપિયા પર પહોંતી ગયું છે.


જેકોબ ફ્રીસ સોરેનસેનનું કહેવુ છે કે એબિટડા વાર્ષિક ધોરણે 1 ટકા વધીને 100 કરોડ રૂપિયા પર રહ્યો છે. માર્જિન 55 ટકાથી વધીને 62 ટકા પર રહ્યું છે. કંપનીએ રૂપિયા 5.6 પ્રતિ શેરની જાહેરાત કરી છે. ડિવીડન્ડ ઈલ્ડ હાલના શેરનું 8.5 ટકા છે. કન્ટેનર વોલ્યુમમાં 15 ટકાનો ઘટાડો આવ્યો છે.


જેકોબ ફ્રીસ સોરેનસેનનું કહેવુ છે કે COVID-19ના કારણે વોલ્યુમમાં ઘટાડો આવ્યો છે. ડ્રાય બલ્કના વોલ્યુમમાં 44 ટકાનો ઘટાડો નોંધાયો છે. મિનિરલ્સ અને ફ્રટિલાઈઝર વોલ્યુમ અનુમાન પ્રમાણે રહ્યા છે. COVID-19ના કારણે RORO-3K કારના વોલ્યુમમાં ઘટાડો છે.