બજાર » સમાચાર » કંપની સમાચાર

આગામી ગ્રોથમાં વધારાની અપેક્ષા: અશોક લેલેન્ડ

ના રોજ પ્રકાશિત Thu, 10, 2019 પર 13:13  |  સ્ત્રોત : CNBC-Bajar

અશોક લેલેન્ડના એમડી, વિનોદ દસારીનું કહેવુ છે કે કંપનીને નવો ઓર્ડર મળ્યો છે. કંપનીને 2580 બસ બનાવવા માટે ઓર્ડર મળ્યો છે. યુપી અને છત્તીસગઢ સરકાર પાસેથી બસ માટેનો ઓર્ડર છે. કંપનીએ એએએલમાં 12.50 ટકાની હિસ્સો ખરીદ્યો છે. એએએલમાં કંપનીની ભાગીદારી વધીને 88.75 ટકા થઈ છે. એમએન્ડએચસીવીનું વેચાણ 14 ટકાથી વધીને 98842 યુનિટ રહ્યું છે.


વિનોદ દસારીનું કહેવુ છે કે એલસીવીનું વેચાણ 34 ટકાથી વધીને 39006 યુનિટ રહ્યું છે. કંપનીમાં કુલ વેચાણ 19 ટકાથી વધીને 137848 યુનિટ રહ્યું છે. ડિસેમ્બર સુધી સેલ્સમાં 25 ટકાનો વદારો જોવા મળ્યો છે. કમર્શિયલ સેગમેન્ટમા 25 ટકાનો ગ્રોથ જોવા મળી શકે છે. આવનારા દિવસોમાં પણ કન્ઝ્યુમર માગ ઘણી સારી જોવા મળશે. એક્સેલ લોડની મોટી અસર કંપની પર જોવા નથી મળી.


વિનોદ દસારીનું કહેવુ છે કે એસ એલસીવી સેગ્મેન્ટની માગ સુધરવાની આશા છે. કંપનીના ગ્રોથમાં વધારો જોવા મળ્યો છે. કંપનીમાં ગત વર્ષ કરતા 25 ટકાનો વધારો થતો જોવા મળી રહ્યું છે. કંપનીમાં 60-70 ટકા વધારાનું ડિમાન્ટ વધી રહ્યું છે.