બજાર » સમાચાર » કંપની સમાચાર

નાણાકિય વર્ષ 2020 માં આવક 280 પર રહેવાની આશા: ક્યુપિડ

ના રોજ પ્રકાશિત Tue, 21, 2020 પર 13:02  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં ક્યુપિડનો નફો 401 ટકાથી વધીને 10.2 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં ક્યુપિડનો નફો 2.04 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં ક્યુપિડની રૂપિયામાં આવક 327 ટકા વધીને 43 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં ક્યુપિડની રૂપિયામાં આવક 10.07 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ક્યુપિડના એબિટડા 3.2 કરોડ રૂપિયાથી વધીને 13.9 કરોડ રૂપિયા રહ્યા છે. જ્યારે વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ક્યુપિડના એબિટ માર્જિન 31.5 ટકાથી વધીને 32.5 ટકા રહ્યા છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા ક્યુપિડના ચેરમેન અને એમડી, ઓમ ગર્ગએ કહ્યું છે કે અમારી કંપનીમાં ઓર્ડર બેક રૂપિયા 160 કરોડ પર આવી ગઇ છે. કંપનીમાં રૂપિયા 160 કરોડના ઓર્ડર માંથી રૂપિયા 88 કરોડના ઓર્ડર નક્કી છે. જ્યારે રૂપિયા 72 કરોડના ઓર્ડર હજુ પાઇપલાઇનમાં છે. 9M નાણાકિય વર્ષ 2020 માં આવક 120 કરોડ પર રહી છે. નાણાકિય વર્ષ 2020 માં આવક 280 પર રહેશે તેવી આશા છે. ચોથુ ત્રિમાસીક પણ ત્રીજા ત્રિમાસીક જેવુ મજબૂત રહે તેવી આશા છે.