બજાર » સમાચાર » કંપની સમાચાર

વર્ષ 2020-21 માં માર્જિન્સમાં સુધારની આશા: જીએચસીએલ

ના રોજ પ્રકાશિત Fri, 24, 2020 પર 12:57  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં જીએચસીએલનો નફો 4 ટકા ઘટીને 96.9 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં જીએચસીએલનો નફો 100.9 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં જીએચસીએલની રૂપિયામાં આવક 0.8 ટકા ઘટીને 840.3 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં જીએચસીએલની રૂપિયામાં આવક 847.1 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં જીએચસીએલના એબિટડા 202.8 રૂપિયાથી ઘટીને 174.1 રૂપિયા રહ્યા છે. જ્યારે વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં જીએચસીએલના એબિટ માર્જિન 23.9 ટકાથી ઘટીને 20.7 ટકા રહ્યા છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા જીએચસીએલના એમડી આરએસ જાલને કહ્યું છે કે ક્વાર્ટર 2 માં રૂપિયા 1500 કરોડની આસપાસની પ્રાઇસ કટ કરી હતી. વર્ષ 2020-2021 માં માર્જિન્સમાં સુધારની આશા છે. rekoop બ્રાન્ડને યુકેમાં ઘણી સફળતા મળી છે. કંપનીએ લોનને છેલ્લા 2 મહિનામાં 200 કરોડ ઓછી કરી છે. આવનારા વર્ષ 50 ટન ગ્રોથની આશા છે. હાલ 2024 સુધીમાં નવો બિઝનેસ શરૂ કરવાની યોજના છે.