બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનારા સમયમાં પ્રાઇઝમાં ઘટાડાની આશા: કેઆરબીએલ

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં કેઆરબીએલનો નફો 48.3 ટકા વધીને 159 કરોડ રૂપિયા થયો છે.
ના રોજ પ્રકાશિત Tue, 17, 2020 પર 13:45  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં કેઆરબીએલનો નફો 48.3 ટકા વધીને 159 કરોડ રૂપિયા થયો છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં કેઆરબીએલનો નફો 107.2 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં કેઆરબીએલની આવક 42 ટકા વધીને 1329 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં કેઆરબીએલની આવક 936 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં કેઆરબીએલના એબિટડા 93.2 કરોડથી વધીને 238.6 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષ 2019ના ત્રીજા ક્વાર્ટરમાં કેઆરબીએલના એબિટડા માર્જિન 10 ટકાથી વધીને 18 ટકા રહ્યા છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા કેઆરબીએલના જોઈન્ટ એમડી, અનુપ ગુપ્તાએ કહ્યું છે કે અમારા કંપનીમાં 100 કરોડ રૂપિયાની ટેક્સ ડિમાન્ડ છે. ટેક્સ ડિમાન્ડ માટે આઈટીએટીમાં પણ જાશું. કંપનીમાં ડિમાન્ડ વધારવા માટે માર્કેટ માંથી ખરીદી કરી રહી છે. કંપનીમાં આવનારા સમયમાં સારો ગ્રોથ જોવા મળી શકે છે. ફૂડના કારોબારનાં કોઇ પણ રોકાવટ આવી શકે છે. કંપની આવનારા સમયમાં પ્રાઇઝમાં ઘટાડો કરી શકે છે. કંપનીના એબિટડા પર કોઇ અસર જોવા ન મળી શકે.