બજાર » સમાચાર » કંપની સમાચાર

સિમેન્ટ ક્ષેત્રે ડબલ ડિજીટ ગ્રોથની અપેક્ષા: શ્રી સિમેન્ટ

ના રોજ પ્રકાશિત Wed, 22, 2019 પર 13:12  |  સ્ત્રોત : CNBC-Bajar

શ્રી સિમેન્ટના મેનેજીંગ ડિરેક્ટર એચ એમ બાંગુરના મતે સિમેન્ટ સેક્ટરને નવી સરકાર પાસેથી ઘણી આશા છે. તેમજ તેમણે કહ્યું હતું કે સરકારના ફર્સ્ટ હન્ડ્રેડ ડે એજન્ડા જાહેર થયા બાદ બજારને ઘણું ગાઇડન્સ મળી રહેશે. દર વર્ષે સિમેન્ટની કિંમતો 3થી 4 ટકા વધે છે. લોકલ કારણોને લીધે ક્યારે સિમેન્ટ ક્ષેત્રે દબાણ જોવા મળે છે.


છેલ્લા 3-4 વર્ષથી વોલ્યુમ ગ્રોથ વધી રહ્યો છે. નવી સરકારની પ્રાયોરિટી શું છે તે મહત્વનું પાસુ રહેશે. સિમેન્ટ ક્ષેત્રે ડબલ ડિજીટ ગ્રોથની અપેક્ષા છે. સરકારના ફર્સ્ટ હન્ડ્રેડ ડે એજન્ડા જાહેર થયા બાદ સ્થિતિ સ્પષ્ટ થશે. સરકારની લોન્ગ ટર્મ યોજનાઓ જાહેર થયા બાદ બજારને ઘણું ગાઇડન્સ મળશે.