બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનારા ક્વાર્ટરમાં ગ્રોથમાં વધારાની આશા: માઈન્ડટ્રી

ના રોજ પ્રકાશિત Thu, 16, 2020 પર 13:08  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં માઈન્ડટ્રીનો નફો 45.9 ટકા વધીને 197 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં માઈન્ડટ્રીનો નફો 135 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં માઈન્ડટ્રીની રૂપિયામાં આવક 2.7 ટકા વધીને 1965.3 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં માઈન્ડટ્રીની રૂપિયામાં આવક 1914.3 કરોડ રૂપિયા રહી હતી.


ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ત્રીજા માઈન્ડટ્રીના એબિટડા 177.5 રૂપિયાથી વધીને 236.4 રૂપિયા રહ્યા છે. જ્યારે ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં માઈન્ડટ્રીના એબિટ માર્જિન 9.3 ટકાથી વધીને 12 ટકા રહ્યા છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા માઈન્ડટ્રીના એમડી અને સીઈઓ, દેબાશિષ ચટર્જીએ કહ્યું છે કે કંપનીના માર્જિન્સમાં પણ વધારો થયો છે. કંપનીને પરિણામથી ઘણો સંતોષ મળી રહ્યો છે. સીસી આવક ગ્રોથ 1 ટકા પર રહી છે. વોલ્યુમમાં 3.1 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. અમારી કંપનીમાં વર્ષ દર વર્ષ 9.4 ટકાનો ગ્રોથ જોવા મળી રહ્યો છે. આ ક્વાર્ટરમાં બજેટથી પણ ઘણી આશા છે. આ વર્ષના બજેટમાં ઘણો સુધારો જોવા મળી શકે છે.