બજાર » સમાચાર » કંપની સમાચાર

નાણાકીય વર્ષ 2019-20 ગ્રોથ 17-18% વધે તેવી આશા: કેઇઆઈ ઇન્ડસ્ટ્રીઝ

ના રોજ પ્રકાશિત Tue, 10, 2019 પર 13:51  |  સ્ત્રોત : CNBC-Bajar

કેઇઆઈ ઇન્ડસ્ટ્રીઝના સીએમડી, અનિલ ગુપ્તાનું કહેવુ છે કે કેબલ સેગમેન્ટનું વોલ્યુમ ગ્રોથ લગભગ 19 ટકા પર રહ્યું છે. ઇન્સ્ટિટ્યુશ્રલ વેચાણ સ્થાનિક 19 ટકા વધીને રૂપિયા 466 કરોડ પર છે. ઇન્સ્ટિટ્યુશ્રલ વેચાણ નિકાસ 81 ટકા વધીને રૂપિયા 219 કરોડ પર છે. કંપનીના લગભગ રૂપિયા 4370 કરોડ ઓર્ડર બાકી છે.


અનિલ ગુપ્તાનું કહેવુ છે કે નાણાકીય વર્ષ 2019-20 ગ્રોથ 17-18 ટકા વધે તેવી આશા છે. કેબલ આવકનું એબિટા માર્જિન 10.4 ટકા પર યથાવત છે. સિલ્વાસા પ્લાન્ટનો પ્રથમ ફેઝ જુલાઈ મહિનામાં શરૂ થયો છે. તો, ફેઝ - 2 ફેબ્રુઆરી 2020 સુધીમાં શરૂ થવાની સંભાવના છે.


અનિલ ગુપ્તાનું કહેવુ છે કે કેઇઆઈ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપ 3660 કરોડ રૂપિયા છે. પ્રમોટરોની હિસ્સેદારી 45.93 ટકા છે. આ શેર 248 ના નીચલા સ્તરો થી 85 ટકા વધ્યો છે. કંપનીનો 52 સપ્તાહના શિખરો રૂપિયા 532 છે અને સૌથી નીચો સ્તર 248 રૂપિયા છે. વર્થમમાં શેરની કિંમત 464 રૂપિયા છે.