બજાર » સમાચાર » કંપની સમાચાર

વિંડ પાવર સેગમેન્ટ પર ભરોસો: પીટીસી ઈન્ડિયા

ના રોજ પ્રકાશિત Thu, 17, 2018 પર 14:15  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં પીટીસી ઈન્ડિયાનો નફો 19 ટકા ઘટીને 64 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2017 ના ચોથા ક્વાર્ટરમાં પીટીસી ઈન્ડિયાનો નફો 79 કરોડ રૂપિયા રહ્યો હતો. જ્યારે, નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં પીટીસી ઈન્ડિયાની આવક 22.5 ટકા વધીને 4007 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2017 ના ચોથા ક્વાર્ટરમાં પીટીસી ઈન્ડિયાની આવક 3269 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં પીટીસી ઈન્ડિયાનો ઑપરેટિંગ નફો 90 કરોડ રૂપિયાથી વધીને 92 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં પીટીસી ઈન્ડિયાના માર્જિન 2.7 ટકાથી ઘટીને 2.3 ટકા રહ્યા છે.

કંપનીના પરિણામો પર સીએનબીસી-બજારની વાતચીતમાં પીટીસી ઈન્ડિયા સીએમડી, દીપક અમિતાભે કહ્યુ કે ચોથા ક્વાર્ટરમાં વૉલ્યૂમમાં સારો ગ્રોથ જોવાને મળ્યો છે. આવવાળા સમયમાં પીટીસી ઈન્ડિયાના વિંડ પાવર સેગમેન્ટ થી પણ વૉલ્યૂમ મળવાનુ શરૂ થઈ જશે. થર્મલ પાવરમાં જે દબાણ દેખાય રહ્યું છે તેની ભરપાઈ વિંડ પાવરથી થવાની ઉમ્મીદ છે. જો કે આગળ 10 ટકાના દરથી ગ્રોથ થવાની ઉમ્મીદ છે.