બજાર » સમાચાર » કંપની સમાચાર

કોરોના મુશ્કેલી ઘટશે તો ગ્રોથમાં વધારાની આશા: ટીમલીઝ

ના રોજ પ્રકાશિત Wed, 18, 2020 પર 13:06  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં ટીમલીઝનો નફો 26.4 ટકા વધીને 25.5 કરોડ રૂપિયા થયો છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં ટીમલીઝનો નફો 20.2 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં ટીમલીઝની આવક 66 ટકા વધીને 1351.4 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં ટીમલીઝની આવક 1267.8 કરોડ રૂપિયા રહી હતી. નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં ટીમલીઝની અન્ય આવક 7.3 કરોડથી ઘટીને 5.4 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.


વર્ષ દર વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ટીમલીઝના એબિટડા 24.5 કરોડથી વધીને 27.5 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષ 2019ના ત્રીજા ક્વાર્ટરમાં ટીમલીઝના એબિટડા માર્જિન 1.9 ટકાથી ઘટીને 2 ટકા રહ્યા છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા ટીમલીઝના સીએફઓ, રવિ વિશ્વનાથે કહ્યું છે કે જો કોરોના મુશ્કેલીએ ઘટશે તો કંપનીમાં ગ્રોથ દેખાશે. અમે લોકોને ઘરેથી કામ કરવાની સલાહ આપી છે. હાલ કેટલુ નુક્શાન થયું છે કહંવુ મુશ્કેલ છે. ટેલિકોમના કારણે અમારા સેક્ટરમાં અસર નહીં દેખાય. આઈટી થી સેક્ટરમાં શું અસર દેખાશે કેવુ મુશ્કેલ છે. હાલ કંપનીમાં 15-20 ટકાનો ગ્રોથ છે, પરંતુ કોરોમા વાયરસની મુશ્કેલીઓ ઘટશે તો ગ્રોથ હજુ સારૂ દેખાશે.