બજાર » સમાચાર » કંપની સમાચાર

નાણાકિય વર્ષ 2019-2020નો 12 ટકા સુધી ગ્રોથ રહેશે: સિટી યુનિયન બેન્ક

ના રોજ પ્રકાશિત Wed, 10, 2019 પર 13:13  |  સ્ત્રોત : CNBC-Bajar

સિટી યુનિયન બેન્કના એમડી એન્ડ સીઈઓ, એન. કામાકોડીનું કહેવુ છે કે અમારૂ માનવુ છે કેપિટલાઇઝેસનથી ઇકોનોમિક ગ્રોથને સર્પોર્ટ મળશે. બેન્કિંગ સેક્ટરનો નાણાકિય વર્ષ 2019-2020નો 12 ટકા સુધી ગ્રોથ રહેશે. પીએસયુ બેન્કોને પહેલાં વર્ષે ક્રેડિટ ગેરંટી મળશે. બેન્કોને 6 મહિના માટે ક્રેડિટ ગેરંટી મળશે. એનબીએફસીની એસેટ ખરીદવા માટે પીએસયુ બેન્કોને મદદ મળશે.


એન. કામાકોડીના મતે પીએસયુ બેન્કો માટે મોટી મૂડીની જાહેરાત થઇ છે. પીએસયુ બેન્કોને રૂપિયા 70 હજાર કરોડની મૂડી મળશે. પીએસયુ બેન્કમાં રૂપિયા 70,000 કરોડનું મૂડીકરણ છે. આવનાર 5 વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રૂપિયા 100 લાખ કરોડનું રોકાણ છે.


એન. કામાકોડીનું માનવું છે કે નાણાકિય વર્ષ 2020 માટે વિનિવેશનો લક્ષ્ય રૂપિયા 1.05 લાખ કરોડનો છે. રૂપિયા 400 કરોડના ટર્નઓવર ધરાવતી કંપની પર 25 ટકા કોર્પોરેટ ટેક્સ છે. બેન્કમાંથી રૂપિયા 1 કરોડથી વધુ વાર્ષિક ઉપાડવા પર 2 ટકા ટીડીએસ લાગશે. રૂપિયા 2-5 કરોડની આવક ધરાવતા લોકો પર સરચાર્જ વધાર્યો છે.