બજાર » સમાચાર » કંપની સમાચાર

ફિચે ભારત પર ગ્રોથનું અનુમાન ઘટાડયું

ના રોજ પ્રકાશિત Thu, 06, 2018 પર 16:11  |  સ્ત્રોત : CNBC-Bajar

ભારતના ગ્રોથ પર ફિચે અનુમાન ઘટાડી દીધું છે. ફિચે ચાલું નાણાંકીય વર્ષ માટે જીડીપી ગ્રોથનું અનુમાન 7.8 ટકાથી ઘટાડીને 7.2 ટકા કરી દીધું છે.


તો નાણાંકીય વર્ષ 2020 માટે જીડીપી ગ્રોથ અનુમાન 7.3 ટકાથી ઘટાડીને 7 ટકાનું કરી દીધું છે. ફિચના મત મુજબ 2019ના અંત સુધી ડૉલરનો ભાવ 75 રુપિયા સુધી જવાનું અનુમાન છે.


રેટિંગ એજન્સી ફિચેએ નાણાંકીય વર્ષ 2021 માટે પણ જીડીપી ગ્રોથનું અનુમાન ઘટાડયું છે. આપને જણાવી દઈએ કે ગઈકાલે આરબીઆઈએ ચાલું નાણાંકીય વર્ષ માટે જીડીપી ગ્રોથનું અનુમાન 7.4 ટકા પર યથાવત રાખ્યું છે.