બજાર » સમાચાર » કંપની સમાચાર

આવતા વર્ષમાં સારો પ્રોફિટ અને માર્જિન પર ફોકસ: મેજેસ્કો

ના રોજ પ્રકાશિત Wed, 16, 2018 પર 14:17  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં મેજેસ્કોને 7.9 કરોડ રૂપિયાનો નફો થયો છે. નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં મેજેસ્કોને 9 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી.


નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં મેજેસ્કોની આવક 4.5 ટકા વધીને 216.7 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં મેજેસ્કોની આવક 207.3 કરોડ રૂપિયા રહી હતી. ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં મેજેસ્કોના ટેક્સ ખર્ચ 18.7 કરોડ રૂપિયાથી ઘટીને 5.3 કરોડ રૂપિયા રહ્યા છે.


ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં મેજેસ્કોના એબિટડા 9.4 કરોડ રૂપિયાથી વધીને 16.2 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં મેજેસ્કોના એબિટડા માર્જિન 4.5 ટકાથી વધીને 7.5 ટકા રહ્યા છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચિત કરતા મજેસ્કોના કો-ફાઉન્ડર અને સીઈઓ કેતન મહેતાએ કહ્યું કે છેલ્લા ક્વાર્ટરથી સારો સુધારો લાવવાની યોજના કરી રહી છે. નાણાંકિયા વર્ષ 2019 માં ટોપ-બોટન લાઇનમાં સારા ગ્રોથની આશા છે. કંપનીના ક્લાઉડ બિઝનેસમાં 51 ટકા નું ગ્રોથ જોવા મળ્યું છે. આવનારા વર્ષમાં કંપનીને મજબૂત વોલ્યુમ જોવા મળી શકે છે. અની અસર જોવા મળી રહી છે. કંપનીના ક્લાઉડ બિઝનેસથી માર્જિંન પર પણ અસર જોવા મળશે. આ નવા વર્ષે 92 મિલ્યનથી શરૂઆત કરે છે. નાણાંકિયા વર્ષ 2019માં સારા ગ્રોથની આશા છે.