બજાર » સમાચાર » કંપની સમાચાર

કંપનીનો કારોબાર વધારવા પર ફોકસ: શૅલ્બી હૉસ્પિટલ્સ

ના રોજ પ્રકાશિત Fri, 10, 2020 પર 13:52  |  સ્ત્રોત : CNBC-Bajar

શૅલ્બી હૉસ્પિટલ્સના ડિરેક્ટર, શનય શાહનું કહેવુ છે કે બધી હેલ્થકેર કંપનીઓ સારૂ કરી રહી છે. આવનારા 4-5 વર્ષમાં માર્જિન 25-26 ટકા જઇ શકે છે. સરકારે ગ્રોથ વધારવા માટે ઘમા પગલાઓ લીધા છે. દવાઓના ખર્ચ માટે સરકાર સારો બુસ્ટ આપી શકે છે. સરકારે હેલ્થકેરમાં ખર્ચ વધારવુ જોઇએ. મુંહઇમાં અને નાશિકમાં હોસ્પિટલ લઇને આવી રહ્યા છીએ. અમારી કંપની દેવુ મુક્ત છે.


શનય શાહના મતે વિનિવેશ કરતા વખતે અમે વળતર પર ધ્યાન આપીએ છીએ. આજે કંપની પાસે 25 થી 30 કરોડ રૂપિયાની રોકડ છે અને કંપની પર કોઈ દેવું નથી. આઈપીઓ દ્વારા બજાર માંથી લેવામાં આવેલા નાણાંનો ઉપયોગ દેવું અને આઇટી અપગ્રેડમાં કર્યું હતું. આ સમયે કંપની પાસે જેટલે હોસ્પિટલો છે તે માંથી ફક્ત એક બ્રેક ઇવેન નથી થયો.


શનય શાહના મુજબ જ્યારે બધા હોસ્પિટલો કંપનીના આવકમાં યોગદાન આપે છે. નાણાકીય વર્ષ 2019 માં કંપનીઓ જેટલી સંખ્યા ક્લૉક કર્યા છે તેમાથી અઢી થી ત્રણ ગણુ નંબર આ ક્ષમતામાં કરી શકે છે. તેથી, કંપની વર્તમાન ક્ષમતાથી બે થી ત્રણ વર્ષમાં કારોબારમાં વધુ વિકાસ કરવા માટે સક્ષમ છે.