બજાર » સમાચાર » કંપની સમાચાર

પ્રાઇવેટ લેબલ વધવા પર ફોકસ: વી માર્ટ રિટેલ

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 14:12  |  સ્ત્રોત : CNBC-Bajar

રિટેલ સેક્ટરની કંપની વી માર્ટ રિટેલ ક્વાર્ટરના પરિમામ જાહેર કર્યા છે. નાણકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 27.4 ટકા થી વધીને 37.7 કરોડ રૂપિયા થઇ ગયા છે, તો આ પીરિયડમાં આવક 12.6 ટકા થી વધીને 368 કરોડ રૂપિયા રહી છે. કંપનીના માર્જિનમાં પણ સુધારો જોવા મળ્યો છે.


V-માર્ટ રિટેલના સીએફઓ, સ્નેહલ શાહનું કહેવુ છે કે ગયા વર્ષના ઊંચા બેઝને લીધે સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ ફ્લેટ રહી છે. નફો 28% વધ્યો, આવકમાં પણ 12% જેટલો ઉછાળો જોવા મળ્યો છે. કંપનીએ 10-12%ની સેમ સ્ટોર સેલ્સ ગ્રોથનું ગાઇડન્સ જાળવી રાખ્યું છે. કંપનીના પ્રાઇવેટ લેબલમાં 45%ની ગ્રોથ જોવા મળી છે. એમા હજી સુધારો કરી રહ્યા છે. આવનારા સમયમાં સારો ગ્રોથ જોવા મળી શકે છે.