બજાર » સમાચાર » કંપની સમાચાર

ફાઇબર ક્ષમતા વધારવા પર ફોકસ: સ્ટરલાઇટ ટેક

ના રોજ પ્રકાશિત Tue, 11, 2018 પર 13:13  |  સ્ત્રોત : CNBC-Bajar

સ્ટરલાઇટ ટેકના સીઈઓ, આનંદ અગરવાલનું કહેવુ છે કે ઓપ્ટિક ફાઈબર કારોબારમાં કંપનીએ ક્ષમતા વધારીને 3 કરોડ ફાઇબર કિલોમીટર કરી છે. ડિસેમ્બર 2018 સુધીમાં ઓપ્ટિક ફાઈબર ક્ષમતા વધીને 4 કરોડ ફાઇબર કિલોમીટરનો લક્ષ્યાંક રાખ્યા છે. જૂન 2019 સુધીમાં કંપનીની ફાઇબર ક્ષમતા વધારીને 5 કરોડ ફાઇબર કિલોમીટરનો લક્ષ્યાંક કર્યો છે. છેલ્લા 5 વર્ષથી ટેલિકોમ કારોબારના ટેકાને લીધે ગ્રોથને ટેકો મળ્યો છે. ડેટા ગ્રોથને લીધે અમને ઘણો ટેકો મળ્યો છે.


આનંદ અગરવાલનું કહેવુ છે કે જે પ્રમાણે પણ વધારી છે. ડેટા ગ્રોથને લીધે અમને ઘણો ટેકો મળ્યો છે, જે પ્રમાણે ક્ષમતા પણ વધારી છે. માર્કેટ શૅરમાં સતત જોરદાર વધારો થઇ રહ્યા છે. અમારી મોટાભાગની ઓર્ડર બુક લાંબા ગાળાની રહે છે, કરન્સી મુવમેન્ટની અસર નહી જોવા મળે. એક્સપોર્ટ તરીકે વધુ કાર્યરત છે, જેથી ડૉલરની મજબૂતીથી લાંબા ગાળે ટેકો મળશે. કેબલ કારોબાર વધારવા યુરોપ અધિગ્રહણથી પર ફોર્મન્સ ઘણું સુધરશે.


આનંદ અગરવાલનું કહેવુ છે કે અધિગ્રહણ કરેલી યુરોપિયન કંપનીની વાર્ષિક આવક $40-45 Mnની છે. ફાઇબર કારોબારમાં માર્જિન ઊંચા હોય છે, કેબલ કારોબારના સરખામણીએ 23-24 ટકાના માર્ડિન જાળવી રાખવામાં સક્ષમ છીએ. યુરોપિયન કારોબાર અધિગ્રહણથી આવક અને એબિટડામાં ઘણી સારી ગ્રોથ જોવા મળી છે. અમારા ગાઇડન્સને જાળવી રાખ્યા છે, કદાચ જલ્દી પણ સર કરી લઇએ. 5G રોલ-આઉટ માટે આવનારા પાંચથી છ વર્ષ માટે રોકાણ કરવું પડશે.


આનંદ અગરવાલનું કહેવુ છે કે નાણાકિય વર્ષ 2020-2021 સુધીમાં 5G ના ઓર્ડર મળવાની શરૂઆત થઇ જશે. આઈસીઆરએ દ્વારા કંપનીના લૉન્ગ ટર્મ બોન્ડ્સનું રેટિંગ અપગ્રેડ કરવામાં આલ્યુ છે. કંપની પર ક્વાર્ટર 1 નાણાકિય વર્ષ 2019 સુધીમાં કુલ ઋણ રૂપિયા 1100 કરોડ છે. ક્વાર્ટર 1 માં ફાઇનાન્સ ખર્ચ રૂપિયા 23 કરોડ પર રહ્યા છે, નાણાકિય વર્ષ 2018માં ફાઇનાન્સ ખર્ચ ઘટ્યો છે.