બજાર » સમાચાર » કંપની સમાચાર

ગ્રામીણ વિસ્તારો પર રહેશે ફોકસ: સૅટીન ક્રેડિટકેર

ના રોજ પ્રકાશિત Tue, 09, 2018 પર 13:07  |  સ્ત્રોત : CNBC-Bajar

સાટિન ક્રેડિટકેર વિસ્તરણ માટે સતત પૈસા ભેગા કરી રહી છે. હાલમાં જ કંપનીમાં કોર મેનેજમેન્ટે 80 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. એ સિવાય કંપનીને હાઉસિંગ ફાઇનાન્સ કારોબારા શરૂ કરવા માટે નેશનલ હાઉસિંગ બેન્કની મંજૂરી મળી ગઇ છે. કંપનીમાં કારોબાર પર સીએનબીસી-બજાર સાથે વાતચીતમાં સૅટીન ક્રેડિટકેરના ચેરમેન એચ પી સિંહે કહ્યું કે આ મહિનાથી હાઉસિંગ ફાઇનાન્સના માટે દેવાની ફાળવણી શરૂ કરશે. કંપનીનું ફોકસ ગ્રામીણ વિસ્તારમાં રહેશે. કંપનીના માઇક્રોફાઇનાન્સ કારોબારનું ગ્રામણી વિસ્તારમાં સારી પહોંચ છે જેનાથી ફાયદો જરૂર થાશે. સાથે જ અફોર્ડેબલ હાઉસિંગ પર પણ ફોકસ રહેશે.


એચ પી સિંહે કહ્યું કે ગ્રામીણ ક્ષેત્રોમાં 10 લાખ રૂપિયા સુધીના લાન પર ફોકસ રહેશે. હાઉસિંગ ફાઇનાન્સમાં દેવુની માગ માટે સારી આશા છે. આગળા 6-8 મહિનામાં હાઉસિંગ ફાઇનાન્સ સેગમેન્ટમાં 70-80 કરોડ રૂપિયાનું દેવુ આપવાની આશા છે. કંપની 750 બ્રાન્ચના સાથે કારોબાર કરી રહી છે.