ભારતની દિગ્ગજ કોર્પોરેટ - ગૌતમ અદાણી ગ્રુપ, મુકેશ અંબાણીની રિલાયન્સ ટાટા ગ્રુપ સિવાય વર્ષ 2022માં ઘણી કંપનીઓ ખરીદી છે. એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી જૂથે વિવિધ ક્ષેત્રોની કંપનીઓ હસ્તગત કરી છે. જોકે, એક્વિઝિશનની સૌથી વધુ ચર્ચા અંબુજા અને એસીસી સિમેન્ટની હતી.
$6.4 બિલિયનનો સોદોઃ સપ્ટેમ્બરમાં, અદાણી જૂથે અંબુજા સિમેન્ટ અને ACCને $6.4 બિલિયનમાં હસ્તગત કરવા માટે સ્વિસ કન્સ્ટ્રક્શન મટિરિયલ્સ કંપની હોલ્સિમ સાથે સોદો કર્યો હતો. આ ડીલ બાદ અદાણી ગ્રૂપ સિમેન્ટ સેક્ટરમાં આદિત્ય બિરલા ગ્રૂપની કંપની અલ્ટ્રાટેક સિમેન્ટ પછી બીજા નંબરની સૌથી મોટી સિમેન્ટ કંપની બની. અલ્ટ્રાટેક સિમેન્ટે તેની મજબૂત સ્થિતિ જાળવી રાખવા માટે આશરે રૂ. 13,000 કરોડના વિસ્તરણ યોજનાની જાહેરાત કરી હતી.
આ ડીલ સિવાય અદાણી ગ્રુપની મીડિયા કંપની NDTVનું અધિગ્રહણ પણ સમાચારોમાં હતું. કોહિનૂર રાઇસ બ્રાન્ડની કંપની પણ અદાણી જૂથના ખોળામાં આવી, જ્યારે ઇઝરાયેલના હાઇફા પોર્ટ માટેની બિડ પણ જીતી ગઇ.
મુકેશ અંબાણીની ડીલ: અબજોપતિ મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જર્મનીની મેટ્રો એજીને રૂ. 2,850 કરોડમાં હસ્તગત કરી હતી. તેમાં મેટ્રો ઇન્ડિયાના તમામ 31 સ્ટોર્સ સાથે તેના રિયલ એસ્ટેટ પોર્ટફોલિયોનો સમાવેશ થાય છે. જો કે, ફ્યુચર ગ્રૂપના રિટેલ બિઝનેસને હસ્તગત કરવા માટે રૂ. 24,713 કરોડનો સોદો કાનૂની વિવાદોમાં ફસાયા બાદ સાકાર થયો ન હતો.
વર્ષની શરૂઆતમાં, રિલાયન્સ રિટેલે ફાસ્ટ-મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) સેગમેન્ટમાં પ્રવેશની જાહેરાત કરી હતી. તેણે કેટલીક અન્ય બ્રાન્ડ્સ સિવાય લોકલ સોફ્ટ ડ્રિંક બ્રાન્ડ કેમ્પા પણ હસ્તગત કરી. તેણે તેની પોતાની બ્રાન્ડ્સ અનાજ, પ્રોસેસ્ડ ફૂડ, પીણાં અને અન્ય રોજિંદી યુઝ પ્રોડક્ટ પણ રજૂ કરી. રિલાયન્સ રિટેલે પણ લોટસ ચોકલેટ કંપનીને હસ્તગત કરવાની જાહેરાત કરી છે.
ટાટા જૂથે આ વર્ષે જાન્યુઆરીમાં એરલાઈન કંપની એર ઈન્ડિયાને હસ્તગત કરી હતી. તેની સુપર એપ - ટાટા ન્યૂ પણ રજૂ કરી, તેની તમામ બ્રાન્ડને એક પ્લેટફોર્મ હેઠળ લાવી. આ એપ દ્વારા, જૂથ એમેઝોન અને ફ્લિપકાર્ટ દ્વારા પ્રભુત્વ ધરાવતા સ્થાનિક ઈ-કોમર્સ ક્ષેત્રમાં મુખ્ય ભૂમિકા ભજવવા માંગે છે. ટાટા ગ્રુપની અલગ-અલગ કંપનીઓએ ઘણા મહત્વના સોદા કર્યા.