બજાર » સમાચાર » કંપની સમાચાર

General Atlantic 0.84% ​​હિસ્સા માટે રિલાયન્સ રિટેલમાં કરશે 3,675 કરોડ રૂપિયાનું રોકાણ

ના રોજ પ્રકાશિત Wed, 30, 2020 પર 10:40  |  સ્ત્રોત : Moneycontrol.com

અમેરિકન પ્રાઈવેટ ઇક્વિટી ફર્મ જનરલ એટલાન્ટિક (General Atlantic) રિલાયન્સ રિટેલ વેન્ચર્સ (Reliance Reatil Ventures Limited)માં 3675 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. તેના બદલામાં જનરલ એટલાન્ટિકને રિલાયન્સ રિટેલમાં 0.84 ટકાનો હિસ્સો મળશે. જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં દુનિયાની દિગ્ગજ ટેક ઇન્વેસ્ટર સિલ્વર લેક પણ રિલાયન્સ રિટેલ (RRVL)માં 7500 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. તેના બદલામાં સિલ્વર લેકને રિલાયન્સ રિટેલમાં 1.75 ટકા હિસ્સો મળ્યો છે.


આ RILના રિટેલ યુનિટ Reliance Retailમાં રોકાણ માટે થોડા સપ્તાહના આ ત્રીજી સોદો છે. RILએ 30 સપ્ટેમ્બરે કરેલી એક્સચેંજ ફાઇલિંગમાં જણાવ્યું છે કે આ રોકાણ માટે Reliance retailનું વેલ્યુએશન 4.28 લાખ કરોડ રૂપિયા થયું છે. નોંધપાત્ર વાત એ છે કે Reliance Retailમાં વિદેશી રોકાણકારોની રુચિ સતત વધી રહી છે. છેલ્લા કેટલાક સપ્તાહ દરમિયાન કંપનીમાં ભારત માત્રામાં વિદેશી રોકાણ આવતું દેખાયું છે.


ભારતની સૌથી મોટી રિટેલ કંપની રિલાયન્સ રિટેલે છેલ્લા કેટલાક સપ્તાહમાં દુનિયા ભરના દિગ્ગજ પ્રાઇવેટ રોકાણકારો પાસેથી કુલ લગભગ 13,050 કરોડ રૂપિયાનું રોકાણ મેળવ્યું છે. આ રોકાણકારોમાં સિલ્વર લેક પાર્ટનર્સ અને અમેરિકા ઇન્વેસ્ટમેન્ટ ફર્મ KKR એન્ડ કંપની શામિલ છે. સિલ્વર લેકએ રિલાયન્સ રિટેલમાં 1.75 ટકા અને KKR & Co. એ 1.28 ટકા હિસ્સેદારી લેવા માટે ડીલ કરી છે. જણાવી દઇએ કે આ વર્ષે જનરલ અટલાંન્ટિકએ રિલાયન્સ ગ્રુપના ડિજિટલ પ્લેટફોર્મ જિઓમાં પણ 6,598.38 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આમ આ વર્ષે રિલાયન્સ ગ્રુપની કંપનીમાં કર્યા જનરલ એટલાન્ટિકનું આ બીજું રોકાણ છે.


આ પ્રસંગ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીએ કહ્યું હતું કે જનરલ એટલાન્ટિક સાથેના મારા સંબંધોને વિસ્તાર આપતા મને ખુશી અનુભવાય છે. અમારી બન્ને કંપનીઓ ભારતમાં કારોબારી પ્રવૃત્તિઓને વિસ્તાર અને ગ્રાહકોને સુવિધા આપવા મળીને કામ કરશે અને ભારતીય રિટેલ કારોબારના ટ્રાસફૉર્મેશનમાં મોટી ભૂમિકા ભજવવા માટે સાથે મળીને કામ કરશે. એ જ રીતે જનરલ એટલાન્ટિકના CEO બિલ ફોર્ડે (bill ford)એ પણ કહ્યું હતું કે મુકેશ અંબાણીના નવા કૉમર્સ વેન્ચરમાં શામિલ થવા પર ખુશી અનુભવ થઇ રહી છે. આ ડીલમાં દેશના રિટેલ સેક્ટરમાં મોટા સકારાત્મક પરિવર્તન જોવા મળશે.