બજાર » સમાચાર » કંપની સમાચાર

ઈન્ફોસિસના કોર્પોરેટ ગવર્નન્સ પર દિગ્ગજોનો મત

ના રોજ પ્રકાશિત Tue, 22, 2019 પર 15:53  |  સ્ત્રોત : CNBC-Bajar

IT દિગ્ગજ ઇન્ફોસિસમાં આજે મોટો કડાકો જોવા મળ્યો. કંપની પર તેના નફો અને આવક વધારવા માટે અનૈતિક પગલા લેવાનો આરોપ લાગી રહ્યો છે. એક રિપોર્ટના પ્રમાણે ETHICAL EMPLOYEES નામના એક ગ્રુપે કંપનીના બોર્ડને પત્ર લખીને તેની જાણકારી આપી છે.


દિગ્ગજો સાથેની દિવાળી પર માર્કેટ અંગેની ચર્ચામાં અમે ઈન્ફોસિસના આજના મુદ્દા અંગે પણ વાત કરી હતી. કોટક એએમસીના એમડી અને સીઈઓ નિલેશ શાહનું કહેવું છે કે ઈન્ફોસિસ આ અગ્નિપરીક્ષા પસાર કરવાની છે. તો મેક્વાયરી ઈન્ડિયાના હેડ ઓફ ઈક્વિટી સંદીપ ભાટિયાનું કહેવું છે કે ભારતમાં કોર્પોરેટ ગવર્નન્સના રિઝોલ્યુશને આવતા વધુ સમય લાગે છે જે ચિંતાનો વિષય છે.

નિલેશ શાહના મતે ઈન્ફોસિસ અગ્નિપરિક્ષામાંથી પસાર થઈ રહી છે. ઈન્ફોસિસે ભૂલ કરી હશે તો પગલા લેવા પડશે. આપણાં દેશનું ગવર્નન્સ બીજા દેશની સરખામણીએ સારું જ છે. વિદેશોમાં સજા ઘણી કડક હોય છે. આપણાં દેશમાં સજા એટલી કડક નથી. સત્યમે US SECમાં દંડ ભર્યો હતો, પરંતુ સ્થાનિક શેરહોલ્ડરને કાંઈ નથી મળ્યું. સત્યમે US SECમાં દંડ ભર્યો હતો, પરંતુ સ્થાનિક શેરહોલ્ડરને કાંઈ નથી મળ્યું.

સંદીપ ભાટિયાના મતે ભારતની કંપનીના ગવર્નન્સ ચીન, કોરિયાની કંપની કરતા સારા છે. આપણા માર્કેટમાં ગુવણત્તા છે એટલે તે મોંઘા છે. ભારતમાં કોર્પોરેટ ગવર્નન્સના રિઝોલ્યુશનનો અભાવ છે. ભારતમાં રિઝોલ્યુશન ઘણું ધીમું છે. સમસ્યા કરતા સમસ્યાનો ઉકેલ ન આવવો એનો ભય મોટો છે.