ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો દેખાય રહ્યા છે. એશિયામાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. ક્રેડિટ પૉલિસી મિટિંગ પહેલા નિક્કેઈ લગભગ દોઢ ટકા ઉપર છે. SGX NIFTYમાં પણ મામુલી દબાણ સાથે કારોબાર થઈ રહ્યો છે. ત્યાંજ અમેરિકી ફ્યૂચર્સ લાલ નીશાનમાં જોવા મળી રહ્યા છે. આજે ફરી US માર્કેટ ખુલશે.
શરૂઆત કરીએ ગ્લોબલ માર્કેટની અપડેટ સાથે તો, સોમવારે કિંગ માર્ટિન લૂથર જૂનિયર ડે નિમિત્તે અમેરિકી બજાર બંધ હતા, તો 18 જાન્યુઆરીએ થનાર બેન્ક ઑફ જાપાનની મૉનિટરી પૉલિસીની બેઠક પહેલા જાપાનના બજારમાં તેજી જોવા મળી, જ્યાં નિક્કેઈમાં લગભગ દોઢ ટકાની તેજી સાથેનો કારોબાર નોંધાયો, તો ગઈકાલે યુરોપિયન માર્કેટમાં પણ મજબૂતી સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું, જ્યાં CAC, DAX અને FTSEમાં પા ટકાથી વધુની તેજી નોંધાઈ હતી.
આ વચ્ચે કાચા તેલ નજીક 1.50% ઘટ્યો છે. બ્રેંટ 85 ડૉલરને પાર પહોંચીને લપસ્યો છે. આજે બ્રેન્ટમાં 85 ડૉલરની નીચે કારોબાર જોવાને મળી રહ્યો છે. જ્યારે નેચરલ ગેસની કિંમતો પર પણ દબાણ બન્યુ છે. યૂરોપ, UK માં નેચરલ ગેસના ભાવ ઘટ્યા છે. યૂરોપમાં નેચરલ ગેસ 14% થી વધારે ઘટ્યા છે. જ્યારે યૂકેમાં નેચરલ ગેસના ભાવ 16 ટકા લપસ્યા છે.
ત્યારે 16 જાન્યુઆરીના ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોને 750.59 કરોડ રૂપિયાની વેચવાલી કરી. જ્યારે, આ દિવસે ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 685.96 કરોડ રૂપિયાની ખરીદારી કરી.
આ વચ્ચે આજે એશિયાઈ બજારોમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. સવારે 08.28 વાગ્યાની આસપાસ એસજીએક્સ નિફ્ટી 7.50 અંકનો મામૂલી ઘટાડો દેખાય રહ્યો છે. જ્યારે, નિક્કેઈ આશરે 1.22 ટકાના વધારાની સાથે 26,140.51 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.10 ટકાની નબળાઈ દેખાય રહી છે. તાઈવાનના બજાર 0.09 ટકા ઘટીને 14,909.64 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે, હેંગસેંગ 0.94 ટકા ઘટીને 21,515.53 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.64 ટકાના ઘટાડાની સાથે કારોબાર થઈ રહ્યો છે. જ્યારે શંઘાઈ કમ્પોઝિટ 0.25 ટકાના ઘટાડાની સાથે 3,219.64 ના સ્તર પર દેખાય રહ્યા છે.