બજાર » સમાચાર » કંપની સમાચાર

સોના-ચાંદીમાં ર્કોર્ડ સ્તર પર કારોબાર જોવા મળ્યો

ના રોજ પ્રકાશિત Fri, 09, 2019 પર 17:53  |  સ્ત્રોત : CNBC-Bajar

આ સપ્તાહે આપણે એગ્રી કરતા નોન એગ્રી કૉમોડિટીમાં વધુ એક્શન જોઈ, એક તરફ ટ્રેડ વૉર કરન્સી વોરમાં ફેરવાતી જોવા મળી, તો વૈશ્વિક મંદીના ભયના કારણે સોના-ચાંદીમાં રેકોર્ડ સ્તર પર કારોબાર જોવા મળી રહ્યો છે. તો મેટલ્સમાં દબાણ અને કાચા તેલમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા. હવે આવી પરિસ્થિતીમાં કઈ નોન એગ્રી કૉમોડિટીમાં રોકાણ કરવાથી ફાયદો થશે તોની જાણકારી લઇએ એમિરેટ્સ એનબીડી બેન્કના ધર્મેશ ભાટીયા અને સ્ટેવાન.કોમના દિપેન શાહ પાસેથી.


ભારત સહિત બ્રિટેન અને ઓસ્ટ્રેલિયામાં સોનું રેકોર્ડ સ્તર પર પહોંચતું જોવા મળ્યું, અમેરિકામાં લગભગ 6 વર્ષના ઉપલા સ્તરે કારોબાર થઈ રહ્યો છે. તો પાછલા એક મહિનામાં સોનાની કિંમતોમાં 15 ટકાનો ઉછાળો જોવા મળી ચુક્યો છે.


સોનું થયું મોંધુ-


ભારત, બ્રિટેન અને ઓસ્ટ્રેલિયામાં રેકોર્ડ તેજી છે. રૂપિયામાં નરમાશથી મળ્યો કિંમતોને સપોર્ટ છે. ચાઈનાની કરન્સી યુઆન રેકોર્ડ નીચલા સ્તરે છે. ટ્રેડ વૉર વધવાની ચિંતાના કારણે કિંમતોમાં તેજી છે. એક સપ્તાહમાં કિંમતો 5 ટકા ઉછળી છે.


સોના પર વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ-


ભારતમાં માગ નબળી, પણ સુધારાની આશા છે. ભારતમાં આ વર્ષે 750-850 ટન માગની આશા છે. રશિયા, ચાઈના અને પૉલેન્ડે સૌથી વધારે સોનું ખરીદ્યુ છે. સેન્ટ્રલ બેન્કની સોનાની રેકોર્ડ ખરીદી છે.


ગોલ્ડ બોન્ડ ખુલ્યા-


5 ઑગસ્ટથી નાણાકિય વર્ષ 2020 ગોલ્ડ બોન્ડનો ત્રીજો તબ્બકો ખુલ્યો છે. 8-5 વર્ષ બાદ સોનું કાઢવાની વ્યવસ્થા છે. 1 ગ્રામથી 4 કિલો સુધી સોનાનું રોકાણ કરી શકાય છે. રોકાણની રકમ પર 2.50 ટકા વ્યાજ પણ મળશે. બેન્ક લોન માટે બોન્ડને ઉધાર પણ રાખી શકાય છે.


સોનામાં તેજીના કારણો-


ટ્રેડ વૉર વધવાનો ભય છે. અમેરિકાએ ચાઈનાને જલ્દી સુલેહ કરવાની ધમકી આપી છે. ડૉલરની સામે રૂપિયો 5 સપ્તાહના નીચલા સ્તરે છે. વૈશ્વિક ગોલ્ડ ETFsની હોલ્ડિંગમાં વધારો છે. USની ચાઈનાના ઈમ્પોર્ટ પર 10% ટેરિફ લગાવવાની ધમકી છે. ટ્રેડ વૉરથી વૈશ્વિક અર્થતંત્રના ગ્રોથને લઈ ચિંતા છે.


ચાંદી થયા મોંઘા-


ચાંદીમાં 28 મહિનાના ઉપલા સ્તરેથી દબાણ છે. એક સપ્તાહમાં સોનું 8 અને ચાંદી 6 ટકા ઉછળ્યું છે.


ક્રૂડમાં તેજી-મંદીના કારણો-


જુલાઇ સિરીઝના અંતે ક્રૂડ ઇન્વેન્ટરીઝ 8.5 મિલિયન ઘટી છે. જુલાઈમાં OPECનું ઉત્પાદન 8 વર્ષની નીચી સપાટીએ રહ્યું છે. ઓગસ્ટ મહિનામાં બ્રેન્ટમાં 11 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. એપ્રિલના ઉપલા સ્તરેથી કિંમતો 20 ટકા ઘટી છે. OPEC આગળ પણ ઉત્પાદનમાં કાપના નિર્ણયો લઈ શકે છે. ઓગસ્ટમાં સાઉદી અરબનો ક્રૂડ એક્સપોર્ટ 7 mbpdની નીચે છે. ટ્રેડ વૉરના કારણે વૈશ્વિક મંદીનો ભય વધ્યો છે. 12 સપ્ટેમ્બરે OPEC આબુ દાબીમાં બેઠક કરશે. માર્ચ 2020 સુધી સપ્લાય કાપ યથાવત્ રાખવાનો નિર્ણય છે.


ક્રૂડ ઓઈના કારોબાર પર નજર-


કિંમતો માટે $50નું સ્તર મહત્વનું છે. નબળા ગ્રોથના અનુમાનથી કિંમતોમાં તેજી છે. WTI સામે બ્રેન્ટનો સ્પ્રેડ હાલ $5 પર છે. US ક્રૂડની સપ્લાય તેના સૌથી ઉપલા સ્તરે છે. OPEC દ્વારા આઉટપુટમાં ઘટાડો છે.


બેઝ મેટલ્સમાં ઉતાર-ચઢાવ-


નબળા યુઆનના કારણે ચાઈનાના ઇમ્પોર્ટ પર અસર છે. ચાઈના માટે મેટલ્સની ખરીદી મોંઘી બની છે. ડૉલર ઈન્ડેક્સમાં મજબૂતીથી મેટલ્સ પર દબાણ છે.


લેડમાં ઘટાડાના કારણો-


LME પર ઇન્વેન્ટરીઝ 11,850 ટન વધી છે. LME પર ભાવ $2000/ટનની નીચે રહ્યા છે. ચાઈનામાં માગ ઘટવાના અનુમાન: મેક્વાયરી છે. આ વર્ષે $1,900 સુધીનો ઘટાડો સંભવ: મેક્વાયરી છે.