બજાર » સમાચાર » કંપની સમાચાર

બિઝનેસમાં સારો ગ્રોથ અને પ્રોફીટની અપેક્ષા: મણપ્પુરમ ફાઈનાન્સ

ના રોજ પ્રકાશિત Fri, 10, 2018 પર 13:46  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં મણપ્પુરમ ફાઈનાન્સનો નફો 18.7% વધીને 198.2 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2018 ના પહેલા ક્વાર્ટરમાં મણપ્પુરમ ફાઈનાન્સનો નફો 165.4 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં મણપ્પુરમ ફાઈનાન્સની આવક 12.6% વધીને 935.8 કરોડ રૂપિયા પર થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના પહેલા ક્વાર્ટરમાં મણપ્પુરમ ફાઈનાન્સની આવક 831.4 કરોડ રૂપિયા રહી હતી.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા મણપ્પુરમ જનરલ ફાઇનાન્સના એમડી અને સીઈઓ, વીપી નંદકુમારે કહ્યું કે લોન ગ્રોથમાં ખાસ કરીને માઇક્રોફાઇનાન્સ કારોબારને લીધે ટેકો મળ્યો છે. ગોલ્ડ ફાઇનાન્સ કારોબારમાં પણ જબરજસ્ત વૃધ્દ્રિ જોવા મળી છે. કંપનીમાં નફો 21 ટકા વધ્યો છે, એનઆઈઆઈમાં 12 ટકા જેટલી વૃધ્દ્રિ થઇ છે. 20 ટકા ગ્રોથ મેળવવાના ગાઇડન્સને જાળવી રાખી છે. સોનાની કિંમતમાં ઉતાર-ચડાવ છતાં ધિરાણની ગ્રોથ સારી રહી શક્શે. માઇક્રો ફાઇનાન્સ કારોબારમાં રિકવરી ઘણી સારી છે. ક્વાર્ટર દર ક્વાર્ટરમાં ગ્રોસ એનપીએ 0.7 ટકા અને નેચ એનપીએ 0.3 ટકા યથાવત રહ્યો છે. અન્ય કારોબારમાં પણ એનપીએ ખૂબ જ ઓછા છે.