બજાર » સમાચાર » કંપની સમાચાર

બિઝનેસમાં સારો ગ્રોથ જોવા મળ્યો: ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ

ના રોજ પ્રકાશિત Wed, 15, 2017 પર 13:37  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝનો નફો 36.1 ટકા વધીને 147 કરોડ રૂપિયાનો થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2017 ના બીજા ક્વાર્ટરમાં ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝનો નફો 108 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝની આવક 12 ટકા વધીને 2202 કરોડ રૂપિયા પર રહી છે. નાણાકીય વર્ષ 2017 ના બીજા ક્વાર્ટરમાં ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝની આવક 2465 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝના એબિટડા 165 કરોડ રૂપિયાથી વધીને 220 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝના એબિટડા માર્જિન 7.5 ટકાથી વધીને 8.9 ટકા રહ્યા છે.


ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝના પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચિત કરતા ગોદરેજ ગ્રુપના ચેરમેન, અદિ ગોદરેજે કહ્યું કે અમારા સેલ્સ બુકીંગ વિક્રમી સ્તરે રહ્લા છે. જીએસટીનું અમલીકરણ ઘણું સારી રીતે કર્યું છે. રીયલ એસ્ટેટમાં હાલમાં થોડી સમસ્યા ખરી પણ આગળ જતા સ્થિતિ સુધરશે. જંતુનાશક ક્ષેત્રે આગામી વર્ષમાં સારા ગ્રોથની અપેક્ષા, જોકે આ ગ્રોથ હવામાન પર નિર્ભર રહે છે. ગોદરેજ એગ્રોવેટમાં નવા લોન્ચ કરીશું તેનો ફાયદો ચોક્કસ થશે. નેચર્સ બાસ્કેટમાં ગ્રાહકોને ધ્યાનમાં રાખીને તેમાં ફેરફાર કરતા રહીએ છીએ.