બજાર » સમાચાર » કંપની સમાચાર

ઓષ્ટ્રેલિયાથી સારો ઓર્ડર મળે: ટ્રાન્સફોર્મર એન્ડ રેક્ટિફાયર્સ

ના રોજ પ્રકાશિત Mon, 16, 2019 પર 13:01  |  સ્ત્રોત : CNBC-Bajar

ટ્રાન્સફોર્મર એન્ડ રેક્ટિફાયર્સના ચેરમેન, જિતેન્દ્રા મામ્તોરાનું કહેવુ છે કે સૌભાગ્ય પૂર્ણ થતાજ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં મંદી છે. રાજ્યોએ તાજેતરમાં T&Dમાં કોઈ રોકાણની શરૂઆત કરી નથી. ક્વાર્ટર 1 નાણાકિય વર્ષ 2020માં પાવર કેબલ્સનું વેચાણ 1 ટકા વધ્યું છે.


જિતેન્દ્રા મામ્તોરાનું કહેવુ છે કે ઈલેક્ટ્રીક ઈક્વિપમેન્ટનું વેચાણ ગ્રોથ 3 વર્ષના ઉપલા સ્તર પર છે. રાજ્ય સરકારની ચુકવણી વિલંબ પણ ઉત્પાદકની મુશ્કેલીમાં વધારો કરે છે. નિષ્ણાંતોના મતે નબળા ડિસ્કોમ આર્થિક આરોગ્યથી માગ ઓછી થાય છે.


જિતેન્દ્રા મામ્તોરાનું કહેવુ છે કે કંપનીની ઓર્ડરબુક વેલ્યુ રૂપિયા 753 કરોડ છે. ઈન્ડસ્ટ્રીયલ અને રિન્યુએબલ સેગમેન્ટમાં 47 ટકા વેચાણ થયું છે. ઇન્ડસ્ટ્રીઝમાં કોઇ સ્લોડાઉન નથી દેખાતું. નિકાસના ભાવ ભારતના ભાવથી 12-15 ટકા વધારે છે. સાઉથ અમેરિકામાં વધારે ફોકસ નથી. પરંતુ ઓષ્ટ્રેલિયાથી સારો ઓર્ડર મળે છે.