બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનારા ક્વાર્ટરમાં સારા પ્રોફીટની આશા: યુફ્લેક્સ

ના રોજ પ્રકાશિત Tue, 14, 2017 પર 13:42  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં યૂફ્લેક્સનો નફો 4% વધીને 94.19 કરોડ રૂપિયા થયો છે. નાણાકીય વર્ષ 2017 ના બીજા ક્વાર્ટરમાં યૂફ્લેક્સનો નફો 90.35 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં યૂફ્લેક્સની આવક 3.8% વધીને 1593 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2017 ના બીજા ક્વાર્ટરમાં યૂફ્લેક્સની આવક 1534 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં યૂફ્લેક્સના એબિટડા 227.1 કરોડ રૂપિયાથી વધીને 229.7 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં યૂફ્લેક્સના એબિટડા માર્જિન 14.8% થી ઘટીને 14.4% રહ્યા છે.


યુફ્લેક્સના પરિણા પર સીએનબીસી-બજાર સાથે ગ્રુપ પ્રેસિડન્ટ અને ગ્લૉબલ સીએફઓ, રાજેશ ભાટિયાનું કહેવુ છે કે અમારા કંપનીમાં માર્જીના દબાણ નથી. આ ક્વાર્ટરમાં થોડો નબળો પ્રોફીટ જોવા મળી રહ્યો છે. કંપનીમાં આવનારા સમયમાં સોરા પ્રોફીટ આવી શકે છે. કંપનીમાં જીએસટીની અસર જોવા મળી છે.