બજાર » સમાચાર » કંપની સમાચાર

સરકારે નેચરલ ગેસના ભાવ પણ ઘટાડ્યા: એનએફએલ

ના રોજ પ્રકાશિત Fri, 11, 2019 પર 14:01  |  સ્ત્રોત : CNBC-Bajar

એનએફએલના ચેરમેન અને એમડી, મનોજ મિશ્રાનું કહેવુ છે કે કંપનીમાં સરકારનો 74.71 ટકા હિસ્સો છે. કંપની યુરિયા, બાયો ફર્ટિલાઇઝર અને બેન્ટોનાઇટ સલ્ફરનું ઉત્પાદન કરે છે. કંપની યુરિયા, બાયો ફર્ટિલાઇઝર વેચાણ કરે છે. દેશમાં ખાતરનું ઉત્પાદન 2.9 ટકા વધ્યું છે. 2019 ખરિફ સિઝનમાં 27 લાખ મેટ્રિક ટન ખાતર વેચ્યુ છે.


મનોજ મિશ્રાનું કહેવુ છે કે એપ્રિલથી સપ્ટેમ્બરમાં થયું પહેલીવાર આટલું બધુ વેચાણ છે. વાર્ષિક ધોરણે કંપીનના વેચાણમાં 25 ટકાનો વધારો આવ્યો છે. સરકારે નેચરલ ગેસના ભાવ પણ ઘટાડ્યા છે. ઓક્ટોબર 2019થી માર્ચ 2020 માટેના ભાવ 12.5 ટકા ઘટ્યા છે. એનએફએલના તમામ પ્લાન્ટમાં થાય છે નેચરલ ગેસનો ઉપયોગ છે.