બજાર » સમાચાર » કંપની સમાચાર

એનબીએફસીની મદદ માટે આગળ આવશે સરકાર: અજય પીરામલ

ના રોજ પ્રકાશિત Tue, 09, 2018 પર 13:32  |  સ્ત્રોત : CNBC-Bajar

આઈએલએન્ડએફએસ બાદ હવે એનબીએફસીએસ મુશ્કેલીમાં છે. ઇક્વીટીની અછતને લીધે કંપનીઓને ફંડ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. પ્રદીપ પંડ્યા સાથેની ખાસ વાતચીતમાં પીરામલ ગ્રુપના ચેરમેન અજય પીરામલે જણાવ્યું હતું કે એલઆઈસી, નાબાર્ડ, નાણાં મંત્રાલયને એકસાથે મળીને કોઇ નિરાકરણ લાવવું જોઇએ.

એનબીએફસીએસને ફંડની અછત છે. સૌએ સાથે મળીને સમસ્યાનો ઉકેલ લાવવો જોઇએ. એલઆઈસી, નાબાર્ડ અને નાણાં મંત્રાલયે રણનીતિ આપવી જોઇએ. બધાએ મળીને રણનીતિ ઘડવી પડશે.

આઈએલએન્ડએફએસ પર સરકારની પહેલ છે. આઈએલએન્ડએફએસનું નવું બોર્ડ રચવું એ સારું પગલું છે. માત્ર બોર્ડ બનાવવું પૂરતું નથી, નિરાકરણ જરૂરી છે.

આઈએલએન્ડએફએસ મુશ્કેલીનું નિરાકરણ છે. સરકારે મુશ્કેલીઓ દૂર કરવા પર ફોકસ કરવું જોઇએ. પીએસયુએસને હિસ્સો વેચવાથી ઘણો ફાયદો થશે. પ્રાઇવેટ કંપનીઓ હિસ્સો લેવામાં સમય લગાવશે. સરકારે 1 મહિનાની અંદર જ આ અંગે પગલા લેવા જોઇએ. પીએસયુએસમાં આઈએલએન્ડએફએસને મર્જ કરવી જોઇએ.

રિયલ એસ્ટેટથી રોકાણકારોમાં ઘટાડો છે. જરૂરિયાતમંદોને ઘર ખરીદવામાં હજુ પણ રસ છે. મોંઘા-લક્ઝુરિયસ મકાનના પ્રોજેક્ટ્સ પર અસર છે. ઓછી કિંમતવાળા મકાનોની માંગ વઘુ છે. કિંમતોમાં વધ-ઘટ નહિવત પ્રમાણમાં છે. કિંમતો વઘવાની શક્યતા ઓછી છે.

ફાર્માને લઇને ભવિષ્યની શું યોજના? ફાર્મા સેક્ટર પર પ્લાન છે. ફાર્માને લઇને કેટલીક રોકાણ યોજનાઓ. ફાર્મા સેક્ટરમાં ખરીદારી પર નજર. નવી ડીલ્સ પર કોઇ નિશ્ચિત યોજના નહી.