બજાર » સમાચાર » કંપની સમાચાર

ગ્રેન્યુલ્સ ઇન્ડિયા: મિથેર્જીન જેનરિક દવા માટે મંજૂરી મળી

ના રોજ પ્રકાશિત Thu, 17, 2018 પર 16:49  |  સ્ત્રોત : CNBC-Bajar

ગ્રેન્યુલ્સ ઇન્ડિયામાં આજે જોરદાર મજબૂતી સાથે કારોબાર હતો. કંપનીને યૂએસએફડીએ તરફથી મિથેર્જીન જેનરિક દવા માટે મંજૂરી મળી છે. આ દવા નવજાત બાળકના જન્મ વખતે વધુપડતા લોહીનું વહન રોકવા માટે કરવામાં આવે છે.


ગ્રેન્યુલ્સ ઇન્ડિયાને આ દવાથી 15 ટકા માર્કેટ શૅર સાથે 2થી 3 મિલ્યન ડૉલરની આવકનું અનુમાન છે. જોકે લ્યુપિન પણ આ જ દવાનું ઉત્પાદન કરે છે અને હવે કંપનીને હરિફાઈનો સામનો કરવો પડશે. લ્યુપિનમાં ફ્લેટ કારોબાર હતો.