બજાર » સમાચાર » કંપની સમાચાર

ઇન્વેન્ટ્રી વધવાથી નુકશાન નથી: બજાજ ઇલેક્ટ્રિકલ્સ

ના રોજ પ્રકાશિત Thu, 11, 2019 પર 13:27  |  સ્ત્રોત : CNBC-Bajar

બજાજ ઇલેક્ટ્રિકલ્સના ચેરમેન એન્ડ એમડી, શેખર બજાજનું કહેવુ છે કે કંપનીની માંગ માટે કોઈ મુશ્કેલી નથી. કંપનીના સિસ્ટમમાં ઇન્વેન્ટ્રી વધવાની ડર નથી. વધતી ઇન્વેન્ટ્રીથી બજાજ ઇલેક્ટ્રિકલ્સ કોઈ નુકશાન નથી. આગળ કંપનીના કારોબારમાં સારો વધારો જોવા મળી શકે છે. એક મહિનામાં બજાજ ઇલેક્ટ્રિકલ્સ 18 ટકાથી વધ્યો છે.


શેખર બજાજનું કહેવુ છે કે ફંડ ભેગા કરવાની દરખાસ્ત પર 28 માર્ચે કંપનીની બોર્ડ બેઠક છે. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવક 89 ટકાથી વધીને 2161.8 કરોડ રૂપિયા અને નફો 74 ટકા વધીને 63.9 કરોડ રૂપિયા રહ્યા છે. આ સમયગાળામાં કંપનીના એબિટડા 70.3 કરોડ રૂપિયાથી વધીને 137.8 કરોડ રૂપિયા રહ્યા છે.


શેખર બજાજનું કહેવુ છે કે અપલાય્નસિસ મેકર્સે સ્લૉ મુવિંગ પ્રોડક્ટ્સના ભાવ ઘટાડ્યા છે. એસી, ફ્રિજના ભાવ 20 ટકા સુધી ઘટ્યા છે. વ્હર્લપુલ, હિતાચી, વાલ્ટાસ, એલજી, સેમસન્ગ પણ ભાવ ઘટાડી શકે છે. માર્કેટમાં ડિમાન્ડ વધુ સારી છે. ઈપીસી બિઝનેસમાં ઉતાર ચઢાવ આવતા હોય છે.