બજાર » સમાચાર » કંપની સમાચાર

ઇઝરાઇલની કંપની સાથે કરાર બાદ ગ્રોથની આશા: સ્ટરલાઈટ ટેક

ના રોજ પ્રકાશિત Thu, 16, 2020 પર 13:20  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં સ્ટરલાઈટ ટેક્નોલૉજિસનો નફો 43.1 ટકા ઘટીને 91 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં સ્ટરલાઈટ ટેક્નોલૉજિસનો નફો 160 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં સ્ટરલાઈટ ટેક્નોલૉજિસની રૂપિયામાં આવક 11.5 ટકા ઘટીને 120.3 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં સ્ટરલાઈટ ટેક્નોલૉજિસની રૂપિયામાં આવક 1360 કરોડ રૂપિયા રહી હતી.


ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ત્રીજા સ્ટરલાઈટ ટેક્નોલૉજિસના એબિટડા 298 રૂપિયાથી ઘટીને 247 રૂપિયા રહ્યા છે. જ્યારે ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં સ્ટરલાઈટ ટેક્નોલૉજિસના એબિટ માર્જિન 21.9 ટકાથી ઘટીને 20.5 ટકા રહ્યા છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા સ્ટરલાઈટ ટેકના ગ્રુપ સીએફઓ, અનુપમ જિંદાલે કહ્યું છે કે કંપની આગળ ક્વાર્ટર 4 માં વધુ સારૂ પ્રદર્શન કરશે. ઇઝરાઇલની કંપની સાથેના કરારથી આગળ ગ્રોથ જોઇ રહ્યા છીએ. ગ્લોબલ સ્તર પર ચીનના બજારની અસર જોવા મળી રહી છે. ક્વાર્ટર 4 માં પ્રોફીટ અને રેવેન્યુમાં સુધારાની આશા છે. ક્વાર્ટર 3 માં પણ સારો પ્રદર્શન જોવા મળ્યું હતું. ક્વાર્ટર 3 ના શરૂઆતમાં 8100 કરોડ રૂપિયાની ઑર્ડર બુક હતી. ક્વાર્ટર 4 સુધીમાં 8500 કરોડ રૂપિયાની ઑર્ડર બુક થઇ ગઇ છે. કંપનીમાં નવા ઓર્ડર મળી રહ્યા છે.